રાજ્યમાં ગુનાખોરી ખૂબ જ વધી રહી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લોકો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે. દારૂની હેરાફેરી પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરવામાં આવે છે. આવી નશા પ્રવૃત્તિઓ કરતા લોકો સામે સરકારે કડક પગલાં ભરી રહી છે. છતાં પણ સરકારની આંખોની નજરથી દુર છુપાઈને આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
આવી નશાખોરીની પ્રવૃત્તિઓ કરતા લોકો સમાજમાં બીજા લોકોને આ પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેને માટે સરકાર કડક પગલાં લઈ રહી છે. ગુનાખોરી પ્રવૃત્તીઓ વધવાને કારણે આજની પેઢી પણ ખરાબ થતી જાય છે. દારૂબંધી હોવા છતાં આજકાલ નાની વયના યુવાનો અને યુવતીઓ દારૂ પીને નશો કરીને ઘણી ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે.
હાલમાં જ એવી ઘણી બધી ઘટનાઓ આપણને જોવા મળે છે. અને આ ઘટનાઓ ક્યારેક ક્યારેક એટલી શરમજનક હોય છે કે જોઈને સૌ કોઈ ચોંકી જાય છે. આવીજ એક પોલીસને ધમકી આપ નારી ઘટના બની છે. આ ઘટના ગુજરાત રાજ્યના આણંદ શહેરમાં બની હતી. આણંદ શહેરના બુટલેગરો ખૂબ જ મોટા ગેરકાનૂની ધંધાઓ કરી રહ્યા છે.
આજકાલ તો તેઓ બેફામ બની ગયા છે. કાયદા કાનૂનને ધ્યાનમાં લીધા વગર આ ગુનાખોરી કરી રહ્યા છે. જેમાં દારૂબંધી હોવા છતાં દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. અને એક દિવસ આંકલાવ પોલીસને દારૂના અડ્ડાની ખબર પડતાં દરોડા પાડવા માટે નીકળી હતી. આ દારૂનો અડ્ડો ચલાવતાં આણંદ શહેરના ભેટાસી ગામના માનસંગ બચુ માળી નામના યુવક ઘરે દારૂ બનાવતા હતા.
તેને ત્યાં ગામના ઘણા બધા વ્યક્તિઓ દારૂ પીવા પણ આવતા હતા. માનસંગભાઈ અને તેમની પત્ની પાર્વતીબહેન બંને દારૂનો ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા હતા. પોલીસને જાણ થતાં ભેટાસી વિસ્તારની આંકલાવ પોલીસ આ બુલેટગરોને પકડવા માટે ગઈ હતી. અને દારૂના અડ્ડે દરોડા પાડવાગઈ હતી.
તે સમયે દારૂના વેચાણના સ્થળે પહોંચી દરોડા પાડતા સમયે 8 દારૂની બોટલો મળી આવી હતી. અને તે સમયે માનસંગ માળીએ પોલીસને સાથે મારા મારી કરીને ખરાબ શબ્દો કહ્યા હતા. અને માન-સન્માનની ભૂલીને પોલીસને ધમકી આપતા કહ્યું હતું કે, ‘હવે રેડ પાડશો તો જીવતા નહીં જવા દઉં જાનથી મારી નાખીશ’ આવી ધમકી પોલીસને આપી હતી.
ક્યારેક ક્યારેક ખાખી વર્દીને પણ ઘણું બધું સહન કરવું પડે છે. બુટલેગરો બેફામ બનવાને કારણે પોલીસે માનસંગભાઈ અને પાર્વતી બહેન સામે ફરિયાદ નોંધી હતી. અને તેઓ સામે કેસ કર્યો હતો. પોલિસને ધમકી આપવા માટે કડક સજા પણ કરી શકાય તેની તપાસ કરી રહ્યા છે. અને આનંદના આમ ખુલ્લેઆમ દારૂના વેચાણને કારણે ઘણી નાની વયના યુવાનો દારૂની રવાડે ચડી ગયા છે.
નાની વયના યુવાનો દારૂના રવાડે ચડતા પરિવારના સભ્યોને ભોગવવું પડે છે. આજકાલ નાની વયના યુવાનો દારૂ પીને તેનું સ્વાસ્થ્ય ખરાબ કરી નાખે છે. તે માટે તેઓ મૃત્યુ પામે છે અને અંતે તેના પરિવારને ગુજરાન કરવા માટે ઘણી આર્થિક નબળી સ્થિતિઓ ભોગવી પડે છે. આવું રાજ્યમાં આજકાલ ગુનાખોરી વધી રહી છે. અને આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!