આજકાલ અકસ્માતોની ઘટના ખૂબ જ વધી રહી છે. અને આપણે જોઈ રહ્યા છીએ એક જ દિવસમાં ઘણા બધા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકોને ટ્રાફિકના નિયમોને પાલન કર્યા વગર જ પોતાના વાહનો ચલાવી રહ્યા છે. લોકો રહેણાક વિસ્તારમાં વાહનો ધીમે ચાલવાનો નિયમ છે.
છતાં પણ પોતાના વાહન ધીમે ન ચલાવોને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના એક ડમ્પર ચાલક અને બાઈક ચાલક સામે બની હતી. આ ઘટનામાં પુણા નેચરવેલીમાં શિવા ચાંડક નામનો યુવક રહેતો હતો. તેની ઉંમર 28 વર્ષની હતી.
અને ગોડાદરા ખોડિયાર નગરમાં અનિરુદ્ધ શર્મા નામનો યુવક રહેતો હતો. તેની ઉંમર 27 વર્ષની હતી. આ બંને યુવકો પોતાના કામેથી બીજા કામે જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં તેની સાથે અકસ્માત સર્જાઈ ગયો હતો. બંને યુવકો પલસાણાની સ્ટાર નિટ્સ મિલમાં માર્કેટિંગનું કામ કરતા હતા.
અને આ બંને યુવકો માર્કેટિંગનું કામને કારણે માર્કેટ જવા માટે પોતાની બાઇક પર સવાર થઈને નીકળ્યા હતા. તે સમયે દેવધ ગામ પાસે આ બંને યુવકો પોતાનો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે ખૂબ જ ઝડપી સ્પીડે એક રેતી ભરેલુ ડમ્પર આવી રહ્યું હતું. અને આ ડમ્પર ખૂબ જ સ્પીડમાં હોવાને કારણે આ બંને યુવકોની બાઈકને અડફેટે લઈ લીધા હતા.
અડફેટે લીધા બાદ બાઇક આ ડમ્પરમાં ફસાઈ ગઈ હતી તેને કારણે બંને યુવકોને બાઇક સહિત દૂર સુધી ડમ્પર સાથે ઘસડાઈ ગયા હતા. કારણકે ડમ્પર ખૂબ જ ઝડપી સ્પીડમાં હોવાને કારણે બ્રેક લગાવે તો પણ પણ કાબૂમાં આવી શક્યો ન હતો. તેને કારણે બન્ને યુવકોના તે સમયે જ મોત થઈ ગયા હતા. અને બંને યુવકોના શરીર પણ કુચે-કુચા થઇ ગયા હતા.
અકસ્માત થયેલો જોઇને સ્થાનિક લોકો તરત જ ભેગા થઇ ગયા હતા. અને દેવધ ગામની હદની પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ પોતાની હદને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેને કારણે પોલીસ ઘટના સ્થળે મોડી પહોંચતા આ બન્ને યુવકોના મોત થઇ ગયા હતા. અને બન્ને યુવકોના પરિવારના લોકોએ આ ડમ્પર ચાલક સામે ઉપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!