બેફામ દોડતી સ્કુલબસનો અકસ્માત થતા અંદર બેસેલા 15 બાળકોના જીવ તાળવે ચોંટયા, વાલીઓ ખાસ વાંચી લે આ દર્દનાક કિસ્સો..!!

0
166

આજકાલના સમયમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ બની રહી છે. અને આવા અકસ્માતો ક્યારેક જાણી જોઈને બની જાય છે તો ક્યારેક અંધાર્યા બની જાય છે. એક દિવસમાં આપણે ઘણા બધા અકસ્માતોની ઘટના બનતી જોઈ રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ. અકસ્માતમાં પરિવારના કોઈ એક સભ્યનું એકાએક મોત થઈ જવાને કારણે પરિવાર વિખેરાઈ જાય છે.

પરંતુ અકસ્માતો બનતાં કોઇ રોકી શકતું નથી. આવી જ અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આણંદ પાસે બોરસદ જિલ્લામાં બની હતી.  બોરસદ તાલુકાના નીસરાયા ગામ પાસે આ ઘટના બની હતી. બોરસદ શહેરની બહાર આવેલા તારાપુર રોડ ઉપર વાત્સલ્ય નામની આવેલી છે. વાત્સલ્ય સ્કૂલના બાળકો સાથે આ ઘટના બની હતી.

બોરસદ તાલુકામાં ગણાતી આ વાત્સલ્ય સ્કૂલમાંથી 15 વિદ્યાર્થીઓ સાથે આ ગંભીર અકસ્માત બન્યો હતો. વાત્સલ્ય સ્કૂલમાંથી આંકલાવ અને કોસીન્દ્રા વિસ્તારના બાળકો માટે સ્કુલ બસની સુવિધા કરવામાં આવી હતી. સ્કુલ બસ ઘરથી શાળા અને શાળાથી ઘર લઈ જઈને મૂકી જતી હતી. પરંતુ એક દિવસ બાળકો શાળાએથી નીકળ્યા બાદ બસમાં બેસીને ઘરે આવી રહ્યા હતા.

તે સમયે સ્કૂલ બસના ચાલકે સ્પીડમાં બસ ચલાવી હતી. તેને કારણે નીસરાયા પાસે શ્રવણપુરા નજીક ડ્રાઇવરનું અચાનક જ બસ પરથી કાબુ ગુમાવવાને કારણે સ્કૂલની બસ રોડની સાઇડમાં ઢાળમાં ઉતરી ગઈ હતી. અને હાલમાં વરસાદ પડવાને કારણે જમીન પણ ઓછી થઈ ગઈ હતી. તેને કારણે બસ કાબૂમાં ન રહેતા પલટી મારી ગઇ હતી.

અને બસમાં બેઠેલા 15 જેટલા વિદ્યાર્થીઓ ચીસાચીસ કરી રહ્યા હતા. અને બાળકો ખૂબ જ ગંભીર બની ગયા હતા. બાળકોને પોતાના જીવ ગુમાવવાનો ડર લાગી રહ્યો હતો. આ બસચાલક નાના બાળકોના જીવને જોખમમાં મૂકી રહ્યો હતો. તે દરરોજ આવી રીતે બસને બેફામ ગતિએ ચલાવતો હતો.

બસ ચાલક બિનઅનુભવી હોવાને કારણે તે બસને જેમ તેમ ચલાવી રહ્યો હતો. અને બોરસદ તાલુકાના નિસરાયા ગામ પાસે આ ઘટના બની ગઈ હતી. બસ ખાળીયામાં ઉતરી જતાં તરત જ આજુબાજુના લોકો અંદર બેઠેલા બાળકોને બચાવવા માટે દોડી આવ્યા હતા. અને બાળકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

બાળકોના માતા-પિતાને બાળકોની સ્કૂલ બસને અકસ્માત થયાની જાણ થતાં તરત જ વાલીઓ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને વાલીઓને ખબર પડતાં તેના જીવ અધ્ધર થઇ ગયા હતા. બાળકોની ચિંતામાં વાલીઓ ખૂબ જ હેમખેમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ બસ ડ્રાઈવરને બરાબર ધમકાવ્યો હતો. અને બાળકોને સામાન્ય ઇજા થતાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા. અને વાલીઓએ સ્કૂલના આચાર્ય અને આ ઘટના અંગે ફરિયાદ કરી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here