બેસણામાંથી પરત આવતા સમયે જીપે ટક્કર મારતા પતિ, પત્ની સાથે દીકરાનું થયું કરુણ મોત..વાંચો..!!

0
165

હાલમાં અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે કેટલાય અકસ્માતો સર્જાવવા લાગ્યા છે. અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા છે. અને ઘણા લોકો પરિવારમાંથી વિખુટા થઈ જાય છે. આવા અકસ્માતોને કારણે આજકાલ લોકોને પોતાના ઘરની બહાર નીકળવું ખૂબ જ ગંભીર બની ગયું છે.

આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના ડુંગરપુરમાં બની હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યો સાથે આ ઘટના બની હતી. આ ઘટના રસ્તોપાલમાં રહેતા પરિવાર સાથે બની હતી. રસ્તોપાલમાં રહેતા યુવક મોહનભાઈ તેના પરિવાર સાથે ખુશીથી રહેતા હતા. તેના પરિવારમાં તેમની પત્ની કાલીબેન અને તેમના પુત્ર રોહન, પુત્રી શિલ્પા અને પુત્ર અનિલ રહેતા હતા.

સૌથી નાનો દીકરો રોહનની ઉમર 6 વર્ષની હતી. દીકરી શિલ્પાની ઉંમર 14 વર્ષની હતી. તે ત્રણે ભાઈબહેનમાં મોટી હતી. અને દીકરા અનિલની ઉંમર 11 વર્ષની હતી. આમ પરિવારમાં 5 સભ્યો રાજી ખુશીથી રહેતા હતા. પરંતુ એક દિવસ કાલીબહેનના પિયરમાં એટલે મોહનભાઈના સાસરિયામાં ભીંડા ગામમાં બેસણામાં હાજરી આપવા માટે ગયા હતા.

મોહનભાઈ પોતાના સાસરિયામાંથી કાલીબહેન અને તેમનો દીકરો રોહન બાઈક પર પોતાના ઘરે પાછા આવી રહ્યા હતા. તે સમયે પોહરી પટેલાણ પુલ પાસે તેઓ બાઈક લઈને પહોંચ્યા હતા. અને તેઓ પોતાના ગામ રસ્તોપાલ પરત આવી રહ્યા હતા. તે સમયે અચાનક જ પાછળથી ખૂબ જ ઝડપી સ્પીડે ક્રુઝર જીપ લઈને એક ચાલક આવી રહ્યો હતો.

તેણે બાઇકને ખૂબ જ જોરથી ટક્કર મારીને બાઇકને ફગોવી દીધી હતી. અને પતિ-પત્ની અને તેમનો દીકરો રોડ ઉપર ભટકાયા હતા. તે સમયે ખૂબ જ ઝડપી આવતી જીપમાં ત્રણેય કચડાઈ ગયા હતા. અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જીપના ચાલક આ જોઈને ગભરાઈને ભાગી ગયો હતો. તે સમયે આજુબાજુના લોકોએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવવામાં આવી હતી.

અને પર મોહનભાઈના પરિવારના લોકોને પણ આ ઘટના અંગે સ્થાનિક લોકોએ જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ જીપ ચાલક સામે પોલીસને ફરિયાદ કરી હતી .અને પરિવારના લોકોને હવે માતા-પિતા વગર નિરાધાર થઈ ગયેલા દીકરી શિલ્પા અને પુત્રને ઉછેરીને મોટા કરવાની જવાબદારી પણ આવી હતી. તેથી પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. પોતાના પરિવારના 3 સભ્યોના એકસાથે મૃત્યુ જોઇને આઘાતમાં મુકાય ગયા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here