ભગવાન શિવ સાથે જોડાયેલ અનોખી શિવલિંગ, જાણો તેના ચમત્કારો વિશે.

0
182

આજે અમે શિવજીના એ મંદિરો વિશે જણાવીશું જે મંદિરના ચમત્કારોએ ભક્તોને આશ્ચર્યમાં નાખી દીધા છે. આ મંદિરોની વિશેષતા વિશે આજે અમે જણાવી શું તો ચાલો જાણીએ ક્યાં છે એ મંદિરો.

બાબા તિલ ભાંડેશ્વર મહાદેવ:- બાબા તિલ ભાંડેશ્વર મહાદેવનું મંદિર કાશી ના કેદાર ખંડ માં આવેલ છે. આ શિવલિંગ માટે એવું કહેવામાં આવે છે કે આ લિંગ સતયુગ માં પ્રગટ થયું હતું. આ શિવલિંગને સ્વયં ભૂ શિવલિંગ કહેવાય છે. આ શિવલિંગનું વર્ણન શિવ પુરાણમાં પણ કરવામાં આવેલ છે. આ શિવલિંગ વિશે એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ સતયુગ થી દ્વાપર યુગ સુધી દરરોજ એક તલ જેટલી વધે છે. પરંતુ કળીયુગમાં આ શિવલિંગ ભક્તોની પ્રાર્થના પર દર મકર સંક્રાંતિ પર એક તલ જેટલી વધે છે.

મૃદેશ્વર મહાદેવ મંદિર :- ગુજરાતના ગોધરામાં આવેલ આ મંદિર પણ પ્રલયનો સંકેત આપે છે. આ શિવલિંગ માટે એવું માનવામાં આવે છે કે જયારે આ શિવલિંગ આકારમાં સદા આઠ ફૂટ મોટું થઇ જશે ત્યારે મંદિરની છત ને એ અડી જશે અને એ દિવસે કળીયુગનું અંતિમ ચરણ હશે. અને ત્યાર બાદ પૃથ્વી પર પ્રલય આવવાનું ચાલુ થઇ જશે. અને એક નવા યુગનો પ્રારંભ થશે. મૃદેશ્વર મહાદેવ મંદિરમાં સ્વતઃ જળ ની ધારા સતત વહેતી રહે છે. જે શિવલિંગનો જળ અભિષેક કરે છે.

પોડીવાલ મહાદેવ મંદિર :- હિમાચલ પ્રદેશમાં નાહન થી નજીક ૮ કિલો મીટર દુર આવેલ પોડીવાલ મહાદેવ મંદિર છે. આ મંદિરનો સબંધ રાવણ સાથે જોડવામાં આવેલ છે, આ મંદિર માટે એવું માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના રાવણે કરી હતી. એવી માન્યતા છે કે દરેક શિવરાત્રી પર આ શિવલિંગ એક જવ ના દાણા જેટલી વધતી રહે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here