ભગવાનના નામે આ ટોળી લોકોની લાગણી સાથે કરતી એવું કે, જાણીને તમને પણ ગુસ્સો આવતા મારવા દોડશો..!!

0
120

આજના આધુનિક યુગમાં લોકો પોતાની રોજીરોટી મેળવવા માટે ઘણા ખોટા કામો કરી રહયા છે. લોકો સારા કામો કરીને રોજી-રોટી મેળવવા કરતા ગેરકાનૂની કામો કરીને લોકોને ફસાવીને વધારે પૈસા પડાવી રહ્યા છે. આજના સમયમાં આવા છેતરપિંડીના કામો વધવાને કારણે લોકોને એકબીજા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

અને લોકો બીજાને પોતાની જાળમાં ફસાવીને આવા ખોટા પૈસા લૂંટવાનું કામ કરી રહ્યા છે. આવી જ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ભગવાનના નામે એક ટોળકી લોકોના પૈસા લુંટી રહી હતી આ જાણીને તમે પણ ચોંકી જશો. આ ટોળકીના કાવતરુ લોકોની સામે આવી જતા લોકોએ હવે પછી ચોમ્કીને રહેવું જોઈએ.

આ ઘટનામાં જુદા-જુદા શહેરોમાં ભગવાનના નામે ફંડ-ફાળો ઉઘરાવતી હતી. આ ઘટના છેતરપિંડીની ખૂબ જ ગંભીર બની હતી. એટલે લોકોને આવી ઘટનાઓથી ચેતીને રહેવું જોઈએ. આ છેતરપિંડીની ઘટનામાં એક ટોળકી બનેલી હતી. જેમાં મુખ્ય યુવકનું નામ ગુરુકિરાતસિંગ બલદેવસિંગ પંજાબી હતું.

આ બલદેવસિંગ એ તેને ટોળકીમાં તેના મિત્રો કમલસિંગ, સૂરજસિંગ, બંટીસિંગ, તરણજીતસિંગ, બલહારસિંગ અને ગુરુકિરાતસિંગ સામેલ કર્યા હતા. અને આ ટોળકી હરિદ્વારની પત્રિકા દેખાડીને વડોદરા, ગોધરા, ભરૂચ જેવા શહેરોમાં ફંડ-ફાળાના નામે પૈસા ઉઘરાવતી હતી. અને આ ટોળકી ફંડ-ફાળો ભગવાનના નામે લઈને સામે લોકોને પાવતી પણ આપતા હતા.

અત્યાર સુધી આ ટોળકીએ 21 પાવતી બુક પૂરી કરી હતી. તે પરથી અંદાજ આવી શકે છે કે આ ટોળકીએ કેટલી મોટા-મોટી રકમની ઉઘરાણી કરી હશે. અને પાવતી આપતા તેને કારણે લોકોને ભગવાનની સંસ્થાના લોકો છે એમ વિશ્વાસ આવી જતો હતો. અને આ ટોળકીએ કેટલાય લોકોને છેતર્યા હશે.

આ ટોળકી એક દિવસમાં 10,000 થી 15,000 હજારનો ડોનેશન કરતી હોવાની શંકા સામે આવી છે. અને બલદેવસિંગ પોતાની આ ટોળકીને અલગ-અલગ શહેરોમાં લઈ જઈને લોકોને પોતાની જાળમાં ફસાવીને ભગવાનના  પૈસા ભેગા કરતી હતી. પરંતુ એક દિવસ અમદાવાદમાં વી.આઈ.પી રોડ પર એક વ્યક્તિએ ભગવાનના નામે પૈસા  ઉઘરાવતી આ ટોળકીની રહસ્ય બહાર કાઢ્યો હતો.

અને તે સમયે પૈસા ઉઘરાવતા એક યુવકને કડક પૂછપરછ કરી હતી. તે સમયે જ ખોટું બોલવાને કારણે પકડાઈ ગયો હતો. ત્યારબાદ તેના અન્ય સાથીઓને પણ પકડવામાં આવ્યા હતા. આ ભગવાનના નામે અલગ-અલગ શહેરોમાંથી લોકોને છેતરીને ફંડફાળા રૂપે પૈસા ભેગા કરતી ટોળકીને પોલીસે કડક પૂછપરછ કરીને ઝડપી લીધા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here