હાલમાં કલિયુગ ચાલી રહ્યો છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. અને ઘણા એવા બનાવો બની રહ્યા છે જેના પરથી સાબિત થાય છે કે કલિયુગ ખરેખર ખુબજ ખતરનાક છે. વિષ્ણુજીએ ભગવદ્દ ગીતાના અમુક ભાગમાં જણાવ્યું હતું કે કળિયુગની શરૂઆત કેવી રીતે થશે અને કેવી રીતે તેનો અંત પણ થશે?
બીજી બાજુ દરેક ધાર્મિક ગ્રંથોમાં અલગ અલગ રીતે જણાવવામાં આવ્યું છે કે, આ કળિયુગી દુનિયાનો એક દિવસ સર્વનાશ તો થશે જ, પરંતુ દરેક ગ્રંથમાં અલગ અલગ તારણ બતાવવામાં આવ્યું છે. હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતામાં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી વાતો લખેલી છે જેને ભગવાન વિષ્ણુએ જણાવી છે.
ભગવાન વિષ્ણુએ જણાવ્યું હતું કે કળિયુગની શરૂઆત સૌથી પહેલા મહિલાઓના વાળથી થશે. મહિલાઓના વાળને સ્ત્રીનો શૃંગાર કહેવામાં આવે છે, પરંતુ કળીયુગમાં તેની વિપરીત અસર જોવા મળશે એટલે કે દરેક મહિલાઓ તેમના વાળ કાપવાની શરૂ કરી દેશે. એટલું જ નહીં, લોકો એમના વાળને રંગવાનું ચાલું કરી દેશે, પછી તે મહિલા હોય કે પુરુષ. દરેક તેમના પ્રાકૃતિક રંગને કલર કરવાનું શરૂ કરશે, કળિયુગમાં કોઈ પણ વાળ કાળા અને લાંબા જોવા મળશે નહિ.
વિષ્ણુએ જણાવ્યું કે, કળિયુગમાં જે દિવસે છોકરાઓ તેમના પિતાની ઉપર હાથ ઉપાડશે, ત્યારે સમજી લેવું કે કળિયુગનો નાશ થવાનો સમય નજીક આવી ગયો છે. એટલું જ નહીં, કળિયુગના અંત સમયે દરેક ઘરમાં કંકાશ થશે, કોઈ પણ એકબીજા સાથે હળીમળીને નહિ રહે અને લોકો પોતાના જ ઘરમાં પરિવારના લોકોને મારશે. કળિયુગમાં કોઈ પણ એક બીજાને સાચું નહિ બોલે, ન પતિ પત્ની ને અને ન તો બાળકો એમના માતા પિતાને. દરેક લોકો ફક્ત ખોટું જ બોલતા હશે અને હકીકતની આંખ પર પટ્ટી બંધાઈ જશે.
વિષ્ણુજીએ કળિયુગના અંત વિશે ખાસ વાત તે જણાવી છે કે, કળિયુગમાં લગ્ન ફક્ત એક કરાર બનીને રહી જશે. પતિ પત્નીની ઈજ્જત નહિ કરે અને ન તો પત્ની પતિની ઈજ્જત કરશે, લગ્ન જેવા પવિત્ર બંધન પણ અપવિત્ર થઇ જશે. કોઈ પણ વ્યક્તિનું લગ્ન જીવન સારી રીતે નહિ ચાલી શકે. કળિયુગમાં છોકરીઓ એકદમ અસુરક્ષિત રહેશે.
છોકરીઓનું બહાર તો ઠીક પરંતુ તેમના ઘરમાં પણ શારીરિક અને માનસિક રીતે શોષણ થવા લાગશે. પોતાના જ ઘરના લોકો એની સાથે વૈભિચાર કરશે અને બાપ દીકરી, ભાઈ બહેન કોઈ પણ સબંધ પવિત્ર રહેશે નહીં. વિષ્ણુજી અનુસાર હું, શિવ અને બ્રહ્મા એક થઇ જશે અને પછી તે ત્રણેય મળીને આ યુગનો અંત કરી દેશે, કારણકે એમણે જ આ સૃષ્ટિને બનાવી છે અને તેઓ જ સાથે મળીને નષ્ટ કરશે. ત્યાર બાદ એક પવિત્ર યુગની શરૂઆત થશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!