ભારે વરસાદથી આ જિલ્લાઓમાં ખેડૂતોના પાકોને થયું બમણું નુકશાન, ખેડૂતો માથે હાથ મુકીને બેસી ગયા..!!!

0
127

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. ગુજરાતમાં ચોમાસાની સીઝન ચાલુ થતાની સાથે ભારે વરસાદ અમુક જિલ્લાઓમાં વરસી ગયો હતો. ગુજરાતમાં થોડા સમય પહેલા ખૂબ જ ભારે વરસાદ રહ્યો હતો. જેને કારણે જે વિસ્તારમાં ભારે વરસાદ રહ્યો હતો. તે વિસ્તારમાં ખેડૂતોના પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ગુજરાતમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ચોમાસુ ચાલુ થતાની સાથે રહ્યો હતો પરંતુ વરસાદ મધ્યમ રહેતા ખેડૂતોના પાકને ખૂબ જ સારો લાભ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે ખેડૂતોના પાકો બળીને નાશ થયા છે.

ગુજરાતમાં 9 જિલ્લામાં ખેડૂતોના પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન નુકસાન પહોંચ્યું છે. 9 જીલ્લમાં નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, ડાંગ, કરછ, પંચમહાલ જેવા 9 જિલ્લાના 41 તાલુકાના 3070 ગામોમાં પાકનું નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે. આ પાકોને નુકસાન થતા ખેડૂતો માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે.

ભારે વરસાદને કારણે 9 જિલ્લાના 2.42 લાખના હેક્ટર જમીનમાં પાક ધોવાયો ગયો હતો. 41 હેક્ટર જમીનમાં 33% કરતાં વધુ પાકને નુકસાન થયું હતું. તેને કારણે સરકાર દ્વારા કૃષિ મંત્રીએ કેબિનેટમાં ખેડૂતોને નુકસાન સામે સહાય આપવા માટે દરખાસ્ત કરી છે. ગુજરાતના અત્યાર સુધીમાં 9 જિલ્લામાં વરસાદથી પાકોને ઘણો બધુ નુકસાન થયું છે.

જેમાં સૌથી વધુ નુકસાન છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુરમાં 880 ગામમાં 30 લાખ હેક્ટર જમીન વિસ્તારમાં પાકોને નુકસાન પહોંચ્યું હતું. દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પણ ભારે વરસાદના કારણે ઘણી બધી જમીનોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા. જેને કારણે ખેતરમાં પાણી રહેવાને કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો હતો. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે.

જેને કારણે ભારતમાં ગુજરાત રાજ્યમાં ખૂબ જ સારી ખેતી કરવામાં આવે છે. જેમાં કપાસ તેમજ અન્ય વાવેતર કરવામાં આવે છે. આવા અનાજના વાવેતરમાં ઘઉં, બાજરી, જુવાર, ડાંગર જેવા પાકો કરે છે. જેના વધુ પાણીની જરૂર ન હોતા જરૂર કરતા વધુ પાણી ખેતરમાં ભરાઈ જતા ખેડૂતોના પાકોને નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં સીઝનનો 23 ઇંચ જેટલો વરસાદ આ વર્ષે પડ્યો હતો.

જેને કારણે કચ્છ જિલ્લામાં પણ ઘણું બધું નુકસાન થયું છે. કચ્છ જિલ્લામાં 21 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં 15 ઇંચ, મધ્ય ગુજરાતમાં 19 ઇંચ સૌરાષ્ટ્રમાં 17 ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં 47 ઇંચ વરસાદ વરસ્યો હતો. અને ગુજરાતના 35 થી વધુ જળાશયોમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ગુજરાતના અનેક ડેમોમાં પણ પાણીની ખૂબ જ મોટી આવક થઈ છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here