અત્યાર સુધી તમે કોઈ નેતા, અભિનેતા કે કોઈ મોટી હસ્તીની અંતિમયાત્રામાં હજારો લોકોની ભીડના કિસ્સા જોયા જ હશે. પરંતુ કર્ણાટકના વિજયનગર જિલ્લામાં એક ભિખારીની અંતિમ યાત્રા દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની રહે છે. વાસ્તવમાં, વિજય નગર જિલ્લાના હદગલીમાં એક ભિખારીનું મૃત્યુ થયું, જેની અંતિમ યાત્રામાં સેંકડો લોકો હાજર રહ્યા અને હજારો લોકોએ શોક વ્યક્ત કર્યો.
જી હા.. ભીખ માંગીને જીવતા વ્યક્તિની અંતિમ યાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો, જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. ખાસ વાત એ છે કે, આ ભીડ કોઈ લાલચથી બોલાવવામાં આવી નથી કે આ લોકો કોઈના ડરથી એકઠા થયા નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા ભિખારીએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી, જેના કારણે તેની અંતિમ યાત્રામાં ઘણા લોકોએ હાજરી આપી હતી. જણાવી દઈએ કે, 45 વર્ષીય માનસિક વિકલાંગ ભિખારી બસવા ઉર્ફે ‘હુચા બસ્યા’નું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. રિપોર્ટ અનુસાર, બસાવાને બસે ટક્કર મારી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો..
પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મુખ્ય માર્ગો પર બેન્ડ બાજા દ્વારા મૃતદેહનું સ્વાગત કરવા સાથે શહેરભરમાં અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આવી સ્થિતિમાં બધાને આશ્ચર્ય થાય છે કે એક ભિખારીના મોત પર આટલી ભીડ કેવી રીતે થઈ ગઈ. કહેવાય છે કે બસવા ભીખ માંગીને માત્ર 1 રૂપિયો લેતા હતા અને તેના બદલામાં લોકોને કરોડો આશીર્વાદ આપતા હતા.
એટલું જ નહીં પરંતુ લોકોનું કહેવું છે કે ક્યાંક લોકો તેને હાથ જોડીને વિનંતી કરતા હતા અને તેને પોતાના ઘરે ભીખ માંગવા માટે બોલાવતા હતા. લોકો માનતા હતા કે બસવા કોઈ પણ ગલીમાંથી પસાર થાય તો તે ગલીમાં રહેતા લોકોના ભાગ્ય ખુલી જાય.
આટલું જ નહીં લોકો આ ભિખારીને પોતાના માટે સૌભાગ્ય માનતા હતા. 47 વર્ષીય બસવાએ ક્યારેય એક રૂપિયાથી વધુની માંગણી કરી નથી અને આ જ કારણ હતું કે તેણે પોતાની સ્ટાઈલથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.
આટલું જ નહીં, બસવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિવંગત સાંસદ પ્રકાશ અને પૂર્વ મંત્રી પરમેશ્વર નાઈકને પણ જાણતા હતા અને રાજનીતિ અંગે પણ તેમના પોતાના વિચારો હતા. બસવાના મૃત્યુના સમાચાર મળતા જ બધાને મોટો આઘાત લાગ્યો. તે જ સમયે, સોશિયલ મીડિયા પર લોકો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
#WATCH: Thousands paid their last respects to a mentally challenged beggar Basya in #Vijayanagar district, #Karnataka. He died after being hit by a bus on Nov 12. Mortal remains were taken in a procession. Basya took only Re 1 as alms from a person and return the rest. pic.twitter.com/zYBKGIXnQh
— Suraj Suresh (@Suraj_Suresh16) November 17, 2021
Unbelievable!!
This is not a death of any VIP. People of Hadagali town in #Karnataka turned in thousands to bid adieu to a mentally challenged beggar #hadagalibasya . @indiatvnews @IndiaTVHindi pic.twitter.com/Jc0kbN4KSp— T Raghavan (@NewsRaghav) November 16, 2021
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!