વૈશ્વિક બજારમાં ઘટાડાના પગલે આજે ભારતીય બજારમાં સોનું(Gold Price Today) સસ્તું થયું છે. એમસીએક્સ પર સોનાનો વાયદો 2 ટકા તૂટીને કારોબાર કરી રહ્યું છે. આજે 17 જૂન વાયદા માટે પ્રતિ 10 ગ્રામ સોનાનું નીચલું સ્તર 47,502.00 રૂપિયા નોંધાયું હતું . ગુજરાતમાં સોનાનો ભાવ( Gold Price in Gujarat) સ્થાનિક બજારમાં 50 હજાર નીચે છે.
વૈશ્વિક બજારની વાત કરીએ તો યુએસ ફેડરલ રિઝર્વના સંકેત બાદ સોનું 2.5 ટકાથી વધુ ઘટ્યું હતું. જો કે આજે એશિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડા બાદ થોડી ખરીદારી નીકળતા થોડું સમતુલન પણ જોવા મળ્યું હતું. ભાવમાં ઘટાડાના કારણે રોકાણકારોએ ખરીદીમાં રસ દાખવ્યો હતો.
ડિસેમ્બરમાં 53500 રૂપિયા સુધી જઈ શકે છે : બજારના નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનાના ભાવ કન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં સોનું સસ્તું થઇ રહ્યું છે જે સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનું ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 10 ગ્રામ દીઠ રૂ 53,500 ની સપાટીને સ્પર્શે તેવા અનુમાન છે.
ભીમ-અગિયારસ નજીક આવતા સોનામાં ભારે લેવાલી જોવા મળી રહી છે. ઘણા સમય પછી સોની બજારમાં તેજીના લક્ષણો દેખાય રહ્યા છે. સોનીને આશા જાગી છે કે ભીમ અગિયારસ પછી સોની બજાર વધારે મૂડમાં આવશે. જોકે એ તો સમય જ નક્કી કરી બતાવશે.
સોનું અત્યારે ૫૦ હજારની નીચે છે એટલા માટે રોકાણકારો પાસે ઉત્તમ તકો છે ખરીદી કરવાની. એક એહવાલ મુજબ ડીસેમ્બર સુધી સોનાના ભાવ 53 થી 54 હજાર સુધી પહોચી શકે તેમ છે. જેમ જેમ દીવાળીનો સમય નજીક આવતો જશે તેમ-તેમ સોનાના ભાવમાં યોગ્ય ઉછાળો આવતો રેહશે.
તેમજ દિવાળીના સમયમાં લગ્ન-પ્રસંગની ખરીદી પણ વધુ જોવા મળે છે એટલે સોનાના ભાવમાં 99% ઉછાળો આવશે જ એવા સુત્રો મળી રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!