લોકો ભીના કચરામાંથી ખાતર બનાવે તો તંત્રની કામગીરી હળવી થઈ શકે
ઘરમાં કચરાનો નિકાલ કરાશે તો મ્યુનિ. સોલિડ વેસ્ટ ચાર્જમાં રાહત આપશેઃ હોમ કમ્પોસ્ટીંગ માટે નિકાલ માટે મ્યુનિ. આપશે માર્ગદર્શન
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાંથી રોજે રોજ ઉત્પન્ન થતાં ભીના કચરાના નિકાલ માટે મ્યુનિ.તંત્ર સુરતીઓને હોમ કમ્પોસ્ટીંગની અપીલ કરી રહી છે. જે લોકો પોતાના ઘરમાંથી નિકળતો ભીનો કચરો પોતાના જ ઘરમાં નિકાલ કરે અને હોમ કમ્પોસ્ટીંગની કામગીરી કરશે. તેને મ્યુનિ.તંત્ર સોલિડ વેસ્ટ ચાર્જમાં રાહત આપવા વિચારણા કરી રહી છે. લોકો પોતના ઘરનો ભીના કચરાનો નિકાલ ઘરમાં જ કરે તો મ્યુનિ.ને સોલિડ વેસ્ટની કામગીરીમાં રાહત થઈ શકે છે અને પર્યવરણની જાળવણીમાં પણ ફાયદો થઈ શકે છે.
સુરત મહાનગરપાલિકા હાલમાં સુકો ભીનો કચરો જુદો જુદો ઉઘરાવીને તેનો નિકાલ કરી રહી છે. મ્યુનિ.તંત્રએ લોકોના ઘર તથા ઔદ્યોગિક એકમો પાસેથી જ કચરો અલગ અલગ લેવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મ્યુનિ.ના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે જે વાહનો દોડી રહ્યાં છે. તેમાં પણ સુકા ભીના કચરો જુદો જુદો લેવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી પાછળ મ્યુનિ.તંત્રનો ખર્ચ પણ હવે વધી રહ્યો છે.
સુરત મ્યુનિ.મા ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં પર્યાવરણની જાળવણી કરવા સાથે ખર્ચમાં પણ ઘટાડો થાય તેવું આયોજન મ્યુનિ.તંત્ર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ મ્યુનિ.તંત્ર લોકોના ઘરમાંથી નિકળતો ભીનો કચરાનો નિકાલ લોકો પાતના ઘરમાં જ કરે તેવું આયોજન કરી રહી છે.
મ્યુનિ.તંત્રએ લોકોને ઘરમાંથી નિકળતા ભીના કચરાનો નિકાલ લોકો ઘરમાં જ કરે અને તે કચરામાંથી ખાતર બનાવે તેવી અપીલ કરી રહી છે. મ્યુનિ.તંત્રએ લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે, જે કરદાતાઓ ઘરના ભીના કચરાના નિકાલ માટેની તૈયારી બતાવશે તેને મ્યુનિ.તંત્ર માર્ગદર્શન આપશે. હોમ કમ્પોસ્ટીંગ કરનાર માટે મ્યુનિ.તંત્ર બકેટની પણ વ્યવસ્થા કરી આપશે.
હોમ કમ્પોસ્ટીંગ માટે તૈયારી બતાવનારા કરદાતાઓએ વેરાની ભરેલી રસીદ લઈને મ્યુનિ.ની વોર્ડ ઓફિસમાં જવું પડશે ત્યાર બાદ તંત્ર લોકોને માર્ગદર્શન આપશે. પોતાના ઘરમાંથી નિકળતાં ભીના કચરાને હોમ કમ્પોઝ કરીને ખાતર બનાવી સુરતીઓ પોતાના ઘરના પ્લાન્ટમાં ઉપયોગ કરી શકશે.
હોમ કમ્પોસ્ટીંગ કરનાર કરદાતાને મ્યુનિ. તંત્ર સોલિડ વેસ્ટ ચાર્જમાં પણ રાહત આપવા વિચારણા કરી રહી છે. જો માટી સંખ્યામાં સુરતીઓ હોમ કમ્પોસ્ટીંગ કરે અને મ્યુનિ. તંત્રનો સોલિડ વેસ્ટના ચાર્જમાં મોટો ઘટાડો થાય તો અનેક લોકોને પણ પણ સોલિડ વેસ્ટ ચાર્જમાં રાહત મળી શકે છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!