કેવી રીતે બનશે આ ‘ખાસ પાણી’? : આપણે જાણીએ છીએ કે આપણા શરીરનો 60% ભાગ પાણીથી ભરેલો છે અને પાણી આપણા શરીરના વિષયુક્ત પદાર્થો દૂર કરવામાં પણ મદદ કરે છે. ત્યારે સવારની શરૂઆતમાં જો ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને પીશો તો ચમત્કારિક ફાયદા આપશે.
ઇમ્યયૂનિટી વધારશે : લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામીન C હોય છે. જે શરદી મટાડવામાં ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ પણ હોય છે જે બ્લડ પ્રેશરને ઠીક રાખવામાં મદદ કરશે.

શરીરને હાઇડ્રેડ રાખે છે : સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાંખીને પીવાથી શરીર હાઇડ્રેડ રહે છે. તે સિવાય લીંબુ તમારી ત્વચાને પણ મોશ્ર્ચરાઇઝ રાખે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે : કેટલાક લોકો લીંબુ પાણીમાં ખાંડ નાંખીને પીવે છે પરંતુ યાદ રાખો કે જો તમે વજન ઘટાડવા માંગો છો તે તમારે લીંબુ પાણીમાં ખાંડને અવોઇડ કરવી જોઇએ.
PH લેવલ ઠીક કરે છે : લીંબુમાં સાઇટ્રીક અને એસકોર્બિક એસિડ હોય છે જે તમારા મેટાબોલિઝમને ઠીક રાખે છે. સાથે સાથે PH લેવલને પણ બેલેન્સ્ડ રાખવામાં મદદ કરે છે.
માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે : આ એકદમ સરળ રીતે બની જાય તેવું ડ્રિંક છે અને પ્રાકૃતિક માઉથ ફ્રેશનરનું કામ કરે છે. સુતા પહેલા ગરમ પાણીમાં લીંબુ એડ કરીને પીવાથી શ્વાસની બદબૂ દુર થાય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!