ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ માં કોને મળ્યું સ્થાન, જાણો કોણ છે નવા મંત્રીઓ..

0
149

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ આજે રાજભવન ખાતે યોજાઈ હતી, જેમાં નો-રિપીટ થિયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યાં છે. ગુજરાતમાં વિજય રૂપાણીએ રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બન્યા હતા. જે બાદ આખી ગુજરાત સરકારનાં મંત્રીઓમાં ફેરફાર કરી દેવામાં આવતા,

રાજકીય ભૂકંપ આવી ગયાની સ્થિતિ સર્જાઇ છે. જોકે, રિસામણા-મનામણા સાથે ગુરૂવારે બપોરે ગુજરાતની નવી કેબિનેટ શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયો છે. ગુજરાત સરકારે આપેલી માહિતી પ્રમાણે, નવા મંત્રીમંડળની શપથવિધિ આજે 1.30 કલાકે રાજભવન ખાતે શરૂ થઇ ગઇ હતી.

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની આજે ગુરૂવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિધી થઈ હતી.  આ મંત્રીમંડળમાં ‘નો રીપીટ’ થીયરી અપનાવીને જૂના તમામ મંત્રીઓને પડતા મૂકાયા હતા. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં કુલ 24 પ્રધાનોનો સમાવેશ કરાયો છે.

ગુજરાતમાં વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળનું રાજીનામું શનિવારે લઈ લેવામાં આવ્યા બાદ રવિવારે નવા મુખ્યમંત્રી તરીકે નવા નિશાળિયા એવા ભૂપેન્દ્ર પટેલને મૂકવામાં આવતાં સિનિયર મંત્રીઓમાં નારાજગી શરૂ થઈ હતી. ત્યાર બાદ ગઈકાલે આખો દિવસ જૂના મંત્રીઓમાંથી એકપણને રિપીટ નહીં કરાય એવી વાતો વહેતી થતાં સિનિયર મંત્રીઓએ મંત્રીપદ મેળવવા માટે ધમપછાડા શરૂ કર્યા હતા.

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કુલ 24 મંત્રીઓએ શપથ લીધા છે, જેમાંથી 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્ય કક્ષાના મંત્રીએ  શપથ લીધા છે. જેમાં બે મહિલા મંત્રીનો સમાવેશ થયો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળમાં કુલ 25 મંત્રીઓનો સમાવેશ થાયે છે. નોંધનીય છે કે, મંત્રીમંડળની રચના બાદ સાંજે 4:30 વાગે મંત્રીમંડળની પ્રથમ બેઠક મળશે. જેમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલે રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫  અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.

  • 10 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા
  1.  રાજેનદ્ર ત્રિવેદી (Rajendra Trivedi)
  2. જીતુ વાઘાણી (Jitu Vaghani)
  3. ઋષિકેશ પટેલ (Hrishikesh Patel)
  4. પૂર્ણેશ મોદી (Purnesh Modi)
  5. રાઘવજી પટેલ (Raghavji Patel)
  6. કનુભાઈ દેસાઈ (Kanubhai Desai)
  7. કિરીટસિંહ રાણા (Kiritsinh Rana)
  8. નરેશ પટેલ (Naresh Patel)
  9. પ્રદીપ પરમાર (Pradip Parmar)
  10. અર્જુનસિંહ ચૌહાણ (Arjunsinh Chauhan)
  • 14 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા
  • 11. હર્ષ સંઘવી (સ્વતંત્ર હવાલો)
  • 12. જગદીશ પંચાલ (સ્વતંત્ર હવાલો)
  • 13. બ્રિજેશ મેરજા (સ્વતંત્ર હવાલો)
  • 14. જીતુ ચૌધરી (સ્વતંત્ર હવાલો)
  • 15. મનીષા વકીલ (સ્વતંત્ર હવાલો)
  • 16. મુકેશ પટેલ
  • 17. નિમિષા સુથાર
  • 18. અરવિંદ રૈયાણી
  • 19. કુબેર ડિંડોર
  • 20. કીર્તિસિંહ વાઘેલા
  • 21. ગજેન્દ્રસિંહ પરમાર
  • 22.રાઘવજી મકવાણા
  • 23. વિનોદ મોરડીયા
  • 24. દેવાભાઈ માલમ

આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાના રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાના પ્રોટેમ્પ  સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! ak 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here