પ્રસંગ-52 :
સને ૧૯૬૯ ડિસેમ્બરમાં કાનમ, વડોદરા અને ચરોતર પ્રદેશમાં વિચરણ કરતાં કરતાં સ્વામીશ્રી નાયકા પધાર્યા હતા. નાયકાથી તેઓને શ્રીજીપુરા જવાનું હતું. તે માટે ગામના તલાટીની ગાડી તૈયાર હતી, પરંતુ સ્વામીશ્રીની સાથે વિચરણમાં જોડાયેલા અમુક સંતોને શાંતિપુરાથી બોચાસણ જવાનું હતું. તેથી સ્વામીશ્રીએ પોતા માટે તૈયાર થયેલી મોટર તે સંતોને જવા માટે આપી દીધી અને પોતે નાયકાથી
ચાલતાં ચાલતાં શ્રીજીપુરા પધારેલા ! બીજાના સુખમાં આપણું સુખ’ એ સ્વામીશ્રીનું જીવનસૂત્ર જ નહીં,

પણ જીવનશૈલી હતી! અન્યને મોટર આપીને તેઓ ટ્રેક્ટર અને ખટારામાં ઘૂમવા લાગ્યા. શ્રીજીપુરામાં એક દિવસ રોકાઈને સ્વામીશ્રી ટ્રેક્ટર દ્વારા ચિત્રાસર આવ્યા.
અહીંથી બીજે દિવસે ટ્રેકટર દ્વારા ધરોડા પહોંચ્યા. ધરોડામાં એક દિવસનો લાભ આપીને ટ્રેક્ટર દ્વારા જ મહીજડા આવ્યા. અહીં રાત્રિસભામાં ‘ભક્તચિંતામણિ’ના ૬૪માં પ્રકરણ પર કથા કરી સૌને રંગી નાંખ્યા.
મહીજડાથી તા. ૩૦/૧૨ના રોજ ખટારામાં બેસી જેતલપુર પધાર્યા. અહીં પ્રાસાદિક સ્થાનોમાં દર્શન કરીને વસઈ, નાજમાં પધરામણીઓ કરતાં ખટારા દ્વારા જ પાછા મહીજડા પહોંચી ગયા.
વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.