ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે. કેજરીવાલની ગુજરાત મુલાકાત અને VTVના પૂર્વ પત્રકાર ઈશુદાનભાઈ ગઢવીના આમ આદમી જોઈન કર્યા પછી ભાજપનું સિંહાસન થોડું થોડું ડગવા લાગ્યું હોય એવું જણાય રહ્યું છે. એવામાં જ સુરત શહેર વિપક્ષ પાર્ટીના ઈમાનદાર મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાને ધાક-ધમકી આપી દબાણ કરી આમ આદમી પાર્ટી છોડવાનું કેહવામાં આવી રહ્યું છે એવા એહવાલ મળી રહ્યા છે.

કામરેજના MLA માણસો મોકલતાના આક્ષેપ : સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં-3 માં આમ આદમી પાર્ટીના મહિલા ઉમ્મેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી ઘોષિત થયા હતા. હવે આ મહિલા કોર્પોરેટર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કામરેજના ધારાસભ્ય વિરૂદ્ધ પક્ષપલ્ટા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી જવા પામ્યો છે.
આજે પમહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે, મારા ભવ્ય વિજયને પગલે છેલ્લા કેટલાક સમયથી કામરેજના ધારાસભ્ય દ્વારા અલગ – અલગ માણસો મોકલીને મને ભાજપમાં જોડાઈ જવા માટે ઓફર કરવામાં આવી રહી છે. રૂપિયાની લાલચમાં ન આવતાં પરિવાર દ્વારા દબાણ કરાવાતા મારે છૂટાછેડા પણ લેવા પડ્યાં છે.
પતિ દ્વારા બદનામ કરવાની કોશિષ : ત્રણ કરોડ રૂપિયાની લાલચ પણ આપવામાં આવી હોવાનું જણાવતાં ઋતાએ ઉમેર્યું કે,તેઓના પૂર્વ પતિ દ્વારા પણ આ ઓફર સ્વીકારી લેવા માટેભારે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ તેઓ ટસથી મસ ન થતાં તેણીના પતિ ચિરાગ દ્વારા સમાજ અને પાર્ટીમાં બદનામ કરવાનો પણ કારસો રચવામાં આવ્યો હતો.
નાછૂટકે ગત 21મી મેના રોજ ઋતા દુધાગરા અને ચિરાગે છુટ્ટાછેડા લેવાનું નક્કી કરી લીધું હતું. હાલ બન્નેના છુટ્ટાછેડા થઈ ચુક્યા છે અને ચિરાગ દુધાગરા પણ 25 લાખ રૂપિયા લઈને ભાજપમાં જોડાઈ ગયો હોવાનો ઋતાએ આક્ષેપ કર્યો હતો.
હું ક્યારેય ભાજપમાં નહી જોડાવ-ઋતા : આપના કોર્પોરેટર ઋતાએ જણાવ્યું હતું કે, મારા પર ભાજપ દ્વારા શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મને તોડવામાં આવી રહી છે. જો કે, ભાજપના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે, હું ક્યારેય ભાજપ સાથે જોડાઈશ નહીં.
જે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને જીત અપાવી છે તેમની સાથે હું ક્યારેય દગો નહીં કરૂં. જો કે,થોડા દિવસો અગાઉ પણ ઋતા દુધાગરા વિરોધની વાતો સામે આવી હતી ત્યારે આપના પ્રવક્તા દ્વારા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું. જો કે આજે ઋતા દુધાગરાએ સામે આવીને સમગ્ર વાત સ્વિકારી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!