બ્લેક અને વાઈટ ફંગસ પછી હવે નવો રોગ ગ્રીન ફંગસ! , જાણી લો તેનાથી બચવાના ઉપાય….

0
192

કેવી રીતે ગ્રીન ફંગસ હોવાની પડી ખબર : ઈન્દોરની ઓરબિંદો હોસ્પિટલમાં દોઢ મહિનાથી 34 વર્ષીય કોરોના દર્દી સારવાર લેતો હતો. તેના ફેફસામાં 90 ટકા ઈન્ફેકશન હતું. રિપોર્ટ કરાવતાં તેના ફેફસામાં ગ્રીન ફંગસ હોવાનું સામે આવ્યું હતું. જે બ્લેક કે મ્યુકરમાઇકોસિસથી અલગ ફંગસ છે. કદાચ દેશનો પ્રથમ ગ્રીન ફંગસનો કેસ હોઇ શકે છે તેમ ઈન્દોર હેલ્થ ડિપાર્ટમેન્ટના ડિસ્ટ્રીક્ટ ડેટા મેનેજર અપૂર્વા ત્રિવેદીએ જણાવ્યું હતું.

ઈન્દોરની ઓરબિંદો હોસ્પિટલમાં દોઢ મહિનાથી 34 વર્ષીય કોરોના દર્દી સારવાર લેતો હતો. તેના ફેફસામાં 90 ટકા ઈન્ફેકશન હતું. રિપોર્ટ કરાવતાં તેના ફેફસામાં ગ્રીન ફંગસ હોવાનું સામે આવ્યું હતું. જે બ્લેક કે મ્યુકરમાઇકોસિસથી અલગ ફંગસ છે. કદાચ દેશનો પ્રથમ ગ્રીન ફંગસનો કેસ હોઇ શકે છે.

બ્લેક ફંગસથી પણ વધુ જોખમી છે ગ્રીન ફંગસ : આ દર્દીના જમણા ફેફસામાં રસી થઈ ગયું હતું. ફેફસા અને સાઇનસમાં એસપરજિલસ ફંગસ થઈ ગયો હતો, જેને ગ્રીન ફંગસ કહેવાય છે. નિષ્ણાતોના મતે ગ્રીન ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ જોખમી છે. તેથી દર્દીની સ્થિતિ સતત ખરાબ થઈ રહી હતી. દર્દીના મળમાં લોહી આવતું હતું અને તાવ પણ 103 ડિગ્રી હતો. એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન પણ ગ્રીન ફંગસ પર કામ કરતું નથી.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ : સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,224 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,07,628 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2542 લોકોના મોત થયા છે.

  • કુલ કેસઃ બે કરોડ 96 લાખ 33 હજાર 105
  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 83 લાખ 88 હજાર 100
  • એક્ટિવ કેસઃ 8 લાખ 65 હજાર 432
  • કુલ મૃત્યુઆંકઃ 3,79,573

દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા : ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 19 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 28 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here