બોલેરો લઈને મંદિરે દર્શન માટે જતા પરિવારને નડ્યો અકસ્માત, ટ્રક સાથેની ટક્કરમાં 6 લોકોના કચ્ચરઘાણ.. ઓમ શાંતિ..!

0
127

રાજસ્થાનના જોધપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાની માહિતી બહાર આવી રહી છે. જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બોલેરોના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ મૃતકો રાજસ્થાનના ચુરુના રહેવાસી છે. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, જોધપુર-જયપુર હાઈવે પર ગઈકાલે રાત્રે આ રોડ અકસ્માત થયો હતો. જોધપુર ગ્રામીણ પોલીસના અધિક પોલીસ અધિક્ષક સુનીલ પવારે જણાવ્યું હતું કે બિલારા નજીક જુર્લી ફાંટા પાસે રાત્રે લગભગ એક વાગ્યે બોલેરો પાછળથી એક ટ્રકમાં ઘૂસી હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરોના ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. 3 લોકો ઘાયલ હોવાની માહિતી મળતાં જ બિલાડા પોલીસ સ્ટેશન પહોંચી, ઘાયલોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. જ્યારે મૃતદેહોને બિલારા મોર્ચ્યુરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ કલેક્ટર હિમાંશુ ગુપ્તા પણ એમડીએમ હોસ્પિટલ પહોંચ્યા, તેઓ ત્યાં પહોંચ્યા અને ઘાયલોની ખબર પૂછી. તેમજ ઘટનાનો તાગ મેળવ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ સાથે જ હાઈવે પર જામની સ્થિતિ સર્જાઈ હતી.

પરંતુ પોલીસે ટ્રાફિકને સુચારૂ બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે ચુરુનો રહેવાસી પરિવાર નાગણા કુળદેવીના દર્શન માટે જઈ રહ્યો હતો. અકસ્માતમાં ચુરુના રહેવાસી વિજય સિંહ, ઉદય પ્રતાપ સિંહ, મંજુ કંવર, પ્રવીણ સિંહ, દર્પણ સિંહ અને મધુકંવરના મોત થયા હતા. જેમાંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા..

જ્યારે 3 લોકોના બિલારા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. બે ઘાયલ સંજુ કંવર અને પવન સિંહને જોધપુર રિફર કરવામાં આવ્યા છે. તે જ સમયે, ઘાયલ ચૈન સિંહને બિલારાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતને પગલે હાઈવે ઉપર ચક્કાજામ જોવા મળ્યો હતો.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here