હાલમાં અકસ્માતાની ઘટના વધી રહી છે. રાજ્યમાં દિવસે અકસ્માતાને ઘણા બધા લોકોને મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. બેફામ અને ખરાબ ડ્રાઇવિંગ કરીને બીજા લોકોના જીવનમાં મૂકી રહ્યા છે. અકસ્માતાની ઘટના બનતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે.
એક દિવસમાં આપણે 5 થી 6 આપણી આસપાસ અકસ્માતો બન્યાની ઘટના જોઈ રહ્યા છીએ. આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરના ડેસર તાલુકાના પાંડુ ગામ પાસે આ ઘટના બની હતી. પાંડુગામ નજીક આવેલા રેલ્વે સ્ટેશન પાસેના વળાંક પર એક યુવક સાથે અકસ્માત સર્જાયો હતો.
આ યુવક અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં રહેતા હતા. તેનું મૂળ વતન પંચમહાલ કાકણપુર હતું. આ યુવકનું નામ સુરેન્દ્રસિંહ મહિડા હતું. સુરેન્દ્રસિંહની ઉંમર 51 વર્ષની હતી. તેઓ વેજલપુર પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેને એક દીકરો અને એક દીકરી હતા. સુરેન્દ્રનગર સિંહની પત્નીનું નામ શકુંતલાબેન હતું.
તેમના દીકરાનું નામ કુણાલ મહીડા હતું. સુરેન્દ્રનગર સિંહ પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. તેની દીકરીને સાસરે મોકલી દીધી હતી. તેને દીકરીને હાલોલ સાસરે મોકલી હતી. તે માટે સુરેન્દ્રસિંહ પોતાની દીકરીને મળવા માટે હાલોલ જવા માટે એક દિવસ નીકળ્યા હતા. તે સમયે પાંડુગામ નજીક પહોંચતા રેલવે સ્ટેશનના પાસે પહોચ્યા હતા.
તેઓ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. તે સમયે અચાનક સામેથી બોલેરો ચાલક ખૂબ જ ઝડપી સ્પીડે આવી રહ્યો હતો. રેલ્વે સ્ટેશન પાસે વળાંક હોવા છતાં તેણે પોતાની બોલેરો કારને ધીમી પાડી નહીં અને સ્પીડમાં વળાંક લઈને સુરેન્દ્રસિંહની બાઈક સાથે ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતાની સાથે સુરેન્દ્રસિંહ પોતાની બાઇકની સાથે ફંગોળાઈ ગયા હતા.
તેઓ રોડ પર પડી ગયા હતા. તેને કારણે તેને માથામાં ખૂબ જ ઈજા થઈ હતી. તેઓના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. તે સમયે બોલેરો ચાલક પોતાની ગાડી મૂકીને ભાગી ગયો હતો. તે સમયે પસાર થતાં લોકોએ પોતાની બાઇકો ઉભી રાખીને સુરેન્દ્રસિંહને બચાવવાની કોશિશ કરી હતી. રાજપુરા ગામ પાસે હોવાથી ગામના લોકો પણ મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા.
સુરેન્દ્રનગર સિંહને તરત જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ડેસર આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરાતા પોલીસે તેમના પરિવારજનોની સુરેન્દ્રસિંહના અકસ્માતની જાણ કરી હતી. પરિવારને સુરેન્દ્રસિંહના મૃત્યુની જાણ થતા તેઓ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.
સુરેન્દ્ર સિંહના દીકરા કુણાલે પોતાના પિતાની સાથે અકસ્માત સર્જેલ બોલેરો ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. અને બોલેરો ચાલકને શોધી રહી હતી. દીકરીને પોતાના પિતાના મૃત્યુની ખબર પડતા દીકરી ભાંગી પડી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!