મળતી વિગતો પ્રમાણે, 12 જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવતું સોમનાથ મંદિર રાત્રે 10 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા જનતાએ ઘણી બધી છૂટછાટ પણ આપવામાં આવી છે ત્યારે હવે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
રાતે 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે મંદિર : સોમનાથ મહાદેવ મંદિર હવેથી વહેલી સવારે 6થી રાત્રે 10 સુધી ખુલ્લુ રહેશે. જો કે, મંદિરના સમયમાં ફેરફારની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ કોરોનાની ગાઈડલાઈનનું પણ ભક્તોએ ખાસ પાલન કરવું પડશે. તો મંદિરમાં પ્રવેશતા પહેલા માસ્ક પણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે અને સામાજીક અંતર જળવાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે.
આરતી સમયે ભક્તોને નહીં મળે મંદિરમાં પ્રવેશ : મંદિર દ્વારા લેવાયેલ નિર્ણય પ્રમાણે, ભક્તોને આરતી દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે તો મંદિરની આરતીમાં ભક્તો ઉભા રહી શકશે નહીં. ટ્રસ્ટ દ્વારા લેવાયેલ નિર્ણય અહલ્યા મંદિર, ભાલકા મંદિર, શ્રીરામ મંદિર,ગીતા મંદિર, ભીડીયા, લક્ષ્મી નારાયણ મંદિર માટે પણ લાગૂ થશે.
બહુ જ ખાસ છે મંદિર : ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સોમનાથ મંદિર 12 જ્યોર્તિલંગમાંથી પહેલું છે. ગુજરાતના વેરાવળમાં સ્થિત સોમનાથ મંદિરનું નિર્માણ સ્વંય ચંદ્રદેવે કર્યું હતુ. ઋગ્દેવ, સ્કંદપુરાણ અને મહાભારતમાં પણ આ મંદિરની મહિમાના ગુનગાન કરાયા છે. સોમ ભગવાનનું સ્થાન એટલે કે સોમનાથ મંદિર, જ્યાં આવીને ભગવાનના સાક્ષાત દર્શનની અનુભૂતિ થાય છે. તેને હિન્દુ ધર્મના ઉત્થાન-પતનના ઈતિહાસનું પ્રતિક માનવામાં આવે છે.
અનન્ય છે સોમનાથ મંદિરની છટા : અત્યંત વૈભવશાળી સોમનાથ મંદિરને ઈતિહાસમાં અનેકવાર ખંડિત કરવામાં આવ્યું હતું, પરંતુ વારંવાર પુનિર્માણ કરીને સોમનાથના અસ્તિત્વને મિટાવવાનો પ્રયાસ અસફળ થયો હતો. અરબ સાગરના તટ પર સ્થિત આદિ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરની છટા અલગ જ છે.
અહી તીર્થ સ્થાન દેશના પ્રાચીનતમ તીર્થ સ્થાનોમાંથી એક છે. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, સોમનાથ મંદિરના સમૃદ્દ અને અત્યંત વૈભવશાળી હોવાને કારણે આ મંદિરને અનેકવાર મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગલી દ્વારા તોડવામાં આવ્યું હતું. સાથે જ અનેકવાર તેનું પુર્નનિર્માણ પણ થયું હતુ. મહમૂદ ગજનવી દ્વારા આ મંદિર પર આક્રમણ કરવાની ઘટના ઈતિહાસમાં બહુ જ ચર્ચિત છે.
અદભૂત છે નિર્માણ : સોમનાથ મંદિર પોતાની શિલ્પકલા અને ગૌરવશાળી ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે. મંદિરના શિખર પર સુંદર નક્શીકામ કરવામાં આવ્યું છે. આ મંદિરને 1209 માં ગુજરાતના રાજા કુમારપાલ સોલંકી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. તેની અંદર મા પાર્વતી, ભગવાન ગણેશ તથા નંદીની મૂર્તિઓની સાથે સાથે એક સુંદર શિવલિંગ પણ છે. આ શિવલિંગને રાજા કુમારપાલ સોલંકી ગુજરાતના સૌરાષ્ટ્રથી લાવવામાં આવ્યા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!