જમ્મુ કાશ્મીર પર રાજકારણ ફરી ગરમાયુ છે. વડાપ્રધાન મોદીએ 24 જૂનના રોજ જમ્મુ કાશ્મીરની તમામ રાજકીય પાર્ટીઓ સાથે એક ખાસ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સહીત કેન્દ્રના અનેક નેતાઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી કરાવવાને લઈને પણ ચર્ચા થઇ શકે છે.
ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરીને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાના 2 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં રાજકીય ગતિરોધ ખતમ કરવા કેન્દ્ર સરકાર તરફથી પહેલી મોટી પહેલ માનવામાં આવી રહી છે. આ મિટિંગમાં જમ્મુ અને કાશ્મીર બંને વિસ્તારોના નેતાઓને બોલાવવામાં આવ્યા છે.
શુક્રવાર સુધી જમ્મુ કાશ્મીરના 9 રાજકીય પક્ષોને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ પીએમ મોદી સાથે થનાર આ બેઠકમાં 16 પક્ષોને બોલાવવામાં આવે તેવી સંભાવના છે. જોકે, અત્યારસુધી ઔપચારિક આમંત્રણ નથી આપવામાં આવ્યું. આ મિટિંગમાં જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને વિધાનસભા ચૂંટણી પર ચર્ચા થવાની સંભાવના છે.
અહેવાલ મુજબ, કેન્દ્રે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુખ અબ્દુલ્લા, પીડીપીની અધ્યક્ષ મહેબુબા મુફ્તી, જમ્મુ કાશ્મીર આપણી પાર્ટીના અલ્તાફ બુખારી અને પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોનને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સર્વપક્ષીય બેઠકમાં જમ્મુ કાશ્મીરના ભાજપ અને કોંગ્રેસના નેતાઓના સામેલ થવાની પણ સંભાવના છે.
મહેબુબાની હાજરી પર નિર્ણય નથી લેવાયો : મહેબુબા મુફ્તીએ બેઠકમાં હાજરીને લઈને નિવેદન આપતા કહ્યું છે કે 24 જૂનના રોજ થનાર બેઠકને લઈને તેમને ફોન આવ્યો હતો. જોકે તેમને બેઠકમાં જવાને લઈને હજુ કોઈ નિર્ણય નથી કર્યો. તેઓ પાર્ટીના સભ્યો સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય કરશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!