કચ્છમાં ફરી ભુકંપનો આંચકો અનુભવાયો છે. રિકટેર સ્કેલ પર 3.9 તીવ્રતા નોંધાઇ છે.આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે.
તમને જણાવી દઇએ કે, અગાઉ પણ દુધઈ અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. દુધઈમાં 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જ્યારે સવારે 4 ફેબ્રુઆરીના રોજ સવારના 5 વાગ્યે 59 મિનિટે ભચાઉમાં 1.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
દુધઈમાં અનુભવાયેલા આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 8 કિલોમીટર દૂર નોંધાયું હતું જ્યારે ભચાઉમાં અનુભવાયેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું.
સ્થાનિકોના જીવ પડીકે બંધાયા : મધ્યાન સમયે આવેલ ભૂકંપનની તિવ્રતા એટલી હતી કે, તેની અસર ભચાઉ, રાપર, ગાંધીધામ અને ભૂજ સુધી જોવા મળી હતી. જેને લઈને સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા હતા.
જાણો ક્યા અને કયા સમયે આવ્યો ભૂકંપ : નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા અનુસાર પશ્ચિમ ખાસી હિલ્સ એટલે કે મેઘાલયમાં ભૂકંપનો આંચકો વહેલી સવારે 4.20 મિનિટે આવ્યો અને અહીં સૌથી ઓછી એટલે કે 2.6ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય સોનિતપુર એટલે કે આસામમાં સવારે 2.40 મિનિટે ભૂકંપ આવ્યો હતો અને તેની તીવ્રતા 4.1ની રહી હતી. ચંદેલ એટલે કે મણિપુરમાં 1.06 ના સમયે 3.0ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!