ગુજરાતના આટલા વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી,હજુ આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી…

0
168

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે દેશમાં સૌ પ્રથમ કેરળમાં ચોમાસું બેસે છે અને ત્યાંથી ચોમાસાની શરૂઆત થતી હોય છે હવે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

આગળ વધી રહ્યું છે.કેરળના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારો દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર વાદળો બંધાવાનું શરૂ થઈ ગયું છે જે બાદ દેશ અને રાજ્યમાં ચોમાસાની સિઝન બેસશે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ;હાલ પ્રિ મોન્સુન એક્વિવિટીને વાતાવણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પણ વરસ્યો છે હજુ પણ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે.

તેમજ ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાથે જ સૌરાષ્ટ્રના મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં બે ઈંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા:ગઈ કાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદનું વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અંદાજીત એક કલાકમાં બે ઈંસ વરસાદ ખાબક્યો હોવાનું પણ મનાઈ રહ્યું છે. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, બોડકદેવ, વસ્ત્રાપુર સુભાષબ્રિજ, સહિત એસજી હાઈવે અને ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

શહેરમાં એક કલાક પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વૃક્ષો ધારાશાયી થયા છે અને વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાયો છે. મહત્વનું છે કે શહેરમાં વરસાદ પડતાની સાથે અંડરપાસમાં પાણી ભરાઈ જતું હોય છે ત્યારે અંડરપાસનું પણ સીસીટીવી દ્વારા મોનિટરીંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેર સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પણ વરસાદની અસર જોવા મળી હતી વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખૂશી જોવા મળી રહી છે. મહત્વનું છે કે ચોમાસાની સિઝન શરૂ થતા ખેડૂતો ચોમાસું પાકનું આયોજન કરતા હોય છે ત્યારે વરસાદને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here