કાર ચાલકે 3 બાળકોને દડાની જેમ હવામાં ઉછાળી દીધા , 2 બાળકોના મોત – જરૂર વાંચજો કરુણ કહાની.

0
220

શું છે ઘટના : ગુજરાતના પોરબંદર જીલ્લાના દેગામ નજીકના વિસ્તારમાં હિત એન્ડ રનની ઘટના બની હતી. કાર ચાલકે 2 બાળકોને અડફેટે લેતા લાચાર બાળકોનું મોત નીપજ્યા છે. બાળકો શેરી ટ્યુશનમાં અભ્યાસ માટે જતા હતા.એવામાં કાર ચાલકે અડફેટે લેતા આરતીબેન રમેશભાઈ ગોહેલ (ઉમર:14 વર્ષ) અને મીતભાઈ નીલેશભાઈ ગોહેલ (ઉમર:3 વર્ષ)નું મૃત્યુ નીપજ્યું હતું. જયારે તેમની સાથે જ ચાલતા એક બાળકને ઈજા પહોચી હતી.

એક જ ઘરના બે ભાઈ-બેનના કરુણ : એક જ ઘરના બે ભાઈ-બેનના કરુણ મોતથી પરિવારમાં શોકમાં ચાલ્યો ગયો હતો. કાર ચાલક એટલો બેફામ હતો કે બાળકોને અડફેટે લઈને કાર નજીકના મંદિરની દીવાલ તોડીને ઘુસી ગઈ હતી. તેમજ બે બાળકોને દડાની જેમ હવામાં ઉછાળ્યા હતા. હાલ પોલીસે ઘટના સ્થળે પહોચીને કામગીરી હાથ ધરી છે.

કાર ચાલક ભાગી ગયો : આ બનાવ બનતાજ નજીકના ગામના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાન કરી હતી. આ ઘટના બનતાની સાથે જ કાર ચાલક હાફળો ફાફળો થઈને ભાગી ગયો હતો. અકસ્માત સર્જનારની કાર એકદમ પુર ઝડપે દોડી રહી હતી. બાળકોને અડફેટે લીધા બાદ કાર મંદિરની દીવાલમાં ઘુસી ગઈ હતી.આ બનાવને પગલે સમગ્ર વિસ્તારના લોકો શોકમાં સમાય ગયા હતા છે.

પોલીસે કેમેરા જોઈને કામગીરી ચાલુ કરી : આ ઘટના બનતાની સાથે જ ગામના મોભી લોકો હોસ્પિટલ આવ્યા હતા. ત્યાં પોલીસને ગાડીમાંથી મળેલા પુરાવા મુજબ ગાડી નજીર હુસેન મોહમદ ખત્રીના નામ પર રજીસ્ટર હોવાનું જણાયું હતું. આ કાર કોણ ચલાવી રહ્યું હતું એ બાબત જાણવા માટે હાઈવે પર લાગેલા સીસીટીવી કેમેરાની મદદ લેવાશે.

અત્યારે કોરોનાના કપરા સમયે શાળામાં અભ્યાસની કામગરી બંધ હોવાથી બાળકો શેર ટ્યુશન અભ્યાસ માટે જતા હતા તે સમયે આ કરુણ ઘટના બની હતી. ભગવાન એમની આત્માને પરમ શાંતિ આપે એ જ અમારી હરીના ચરણોમાં પ્રાર્થના.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here