આજના સમયમાં લોકો નાની નાની વાતોમાં બીજા સાથે ઝઘડા અને મારામારી કરીને પોતાની વાતો મનાવી રહ્યા છે. અને લોકોને પોતાના મનનું ધાર્યું કરાવવા માટે બીજા લોકોને અનેક રીતે ત્રાસ આપી રહ્યા હોય છે. ત્રાસને કારણે બીજા લોકો ઘણા બધા ખરાબ પગલાં પણ ભરી લે છે. આવી જ એક રાજકોટ જિલ્લામાં ઘટના બની હતી.
આ ઘટના ખૂબ જ ગંભીર સામે આવી છે. રાજકોટ જિલ્લાના કુવાડવાના ગારીડા ગામમાં રહેતા એક પરિવારના યુવાન સાથે આ બનાવ બન્યો હતો. આ બનાવ શૈલેષ કુંભાણી નામના યુવક સાથે થયો હતો. અને શૈલેષ કુંભાણી નામનો યુવક ગામની બહાર ચા-પાનનું કેબિન ચલાવતો હતો. અને આ યુવક કેબિન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ગામના અમુક લોકો જોઈ શકતા ન હતા. તેને કારણે ગામનો જ એક યુવાન રમેશ દેવશી કરીને હતો. આ રમેશભાઈ તેના પુત્ર સાથે મળીને શૈલેષને ઘણીવાર ધમકીઓ આપી આવ્યો હતો. અને આ ચા-પાનનું કેબીન બંધ કરી દે અને ક્યારેક ક્યારેક તો તે શૈલેષ સાથે ઝઘડો કરીને તેને મારી નાખવાની ધમકીઓ પણ આપી આવ્યો હતો.
તેને કારણે શૈલેષએ પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે આ ધંધો બંધ કરવો યોગ્ય ન લાગ્યો. તે માટે તેણે આ ચાની કેબીન ચાલુ રાખી હતી. એક દિવસ રાતે શૈલેષ પોતાના ખેતરમાં ગયો હોવાનું ખબર પડતાં ગામના આ યુવક રમેશભાઈ ગામના બીજા 3 યુવકોને સાથે લઈને શૈલેષના ખેતર તરફ ગયો હતો.
અને આ વાત ગામના બધા જ લોકોને ખબર હતી. રમેશ ખેતરમાં જઈને શૈલેષને મળ્યો. અને તેની સાથે માથાકૂટ કરી. તે કેબીન બંધ નહિ કરે તેમ કહ્યું તેને કારણે શૈલેષ ઉપર હુમલો કર્યો હતો. અને હાથમાં રહેલા લાકડી, ધોકા, પાઈપો ખૂબ જ માર્યા હતા. ગમે તેમ મારવાને કારણે શૈલેષ બેભાન થઈ ગયો હતો.
અને શરીરમાંથી ઘણી જગ્યાએથી લોહી પણ નીકળેલું હતું. તે સમયે ગામના લોકોને ખબર પડતા ગામના લોકોએ શૈલેષના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી. તેને કારણે શૈલેષનું પરિવાર તરત જ દોડતું દોડતું તેના ખેતરે ગયું હતું. ત્યારે તેણે જોયું તો શૈલેષ બેભાન પડયો હતો. તેના પરિવારના લોકોને શૈલેષને આ હાલતમાં જોઇને ખુબ આઘાત લાગી ગયો હતો.
તરત જ શૈલેષને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ શૈલેષ નું મૃત્યુ થઈ ગયું હતું. આવી અકાળ ભરી દુશ્મનાવટને કારણે શૈલેષએ જીવ પણ ગુમાવ્યો હતો. અને શૈલેષના પરિવારે રમેશની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસ રમેશને પૂછપરછ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!