Champions Trophy: ટીમ ઇન્ડિયા કોની સામે રમશે સેમિફાઈનલ? ક્યારે રમાશે આ મેચ?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાની છેલ્લા પડાવ તરફ આગળ વધી રહી છે. પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશ અને પછી પાકિસ્તાનને હરાવ્યા પછી ભારત સેમીફાઇનલમાં ક્વોલિફાય કરી ચૂક્યું છે. ગ્રુપ Aની મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવતા જ ન્યૂઝીલેન્ડે પોતાની સાથે સાથે ભારતને પણ એન્ટ્રી અપાવી દીધી છે. હવે સવાલ એ છે કે, ભારત સેમીફાઇનલમાં કોની સાથે ટકરાશે?

ભારતની આગામી મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સાથે રમાશે. જો ભારત આ મેચ જીતી જાય છે તો ગ્રુપમાં ટોપ પર રહેશે અને ગ્રુપ Bના બીજા નંબરે ટીમ સાથે સેમીફાઇનલમાં રમશે. ગ્રુપ Bમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો છે.

જો ભારત ગ્રુપ રાઉન્ડની પોતાની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે હારી જાય તો ગ્રુપમાં બીજા નંબરે રહેશે અને આમ તેને ગ્રુપ Bના ટેબલ ટોપર સામે સેમીફાઈનલ રમવી પડશે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના 2-2 પોઇન્ટ છે અને જો આ ટીમો પોતાની બાકી બચેલી મેચ જીતી જાય છે તો ગ્રુપ Bમાંથી સેમીફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.

Leave a Comment