આચાર્ય ચાણક્ય ની નીતિ અપનાવી કોઈ પણ વ્યક્તિ બધું જ પ્રાપ્ત કરી શકે છે, ગુરુ આચાર્ય ચાણક્ય દ્વારા ઘણી એવી નીતિઓ બનાવામાં આવી છે જેનું પાલન કરીને વ્યક્તિ પૈસા થી લઈને ખુશાલી ભર્યું જીવન જીવી શકે છે.
આચાર્ય ચાણક્ય પોતાની નીતિઓ માટે ખુબજ પ્રખ્યાત છે. અને તેમના દ્વારા બતાવેલી નીતિઓ નું ઘણા લોકો પાલન કરે છે. તો ચાલો જાણીએ ચાણક્ય દ્વારા જણાવેલી મહત્વપૂર્ણ નીતિઓ.
દાન કરો : આચાર્ય ચાણક્ય ના જણાવ્યા અનુસાર જીવનમાં દાન કરવાથી સૌથી મોટું પુણ્ય મળે છે. ભોજન અને પાણી નું દાન સૌથી મોટું દાન માનવામાં આવે છે. જે લોકો કોઈ ભૂખ્યા અને તરસ્યા વ્યક્તિને ભોજન આપે અને પાણી પીવડાવે તો તેના દરેક પાપ નાશ પામે છે.
ગૃહિણીનું ચરિત્ર : ચાણક્ય નીતિ અનુસાર એક પુરુષે ક્યારેય પણ પોતાની પત્ની ના ચરિત્ર વિષે કોઈ ને કઈ જ ના કહેવું જોઈએ. જે પરિણીત પુરુષો પોતાની પત્ની ના સુખ દુખ અને ચરિત્ર વિષે અન્ય લોકો ને જણાવે છે તેમનું ગૃહસ્થ જીવન બરબાદ થઇ જાય છે.
પોતાના રહસ્યો કોઈને ના જણાવવા : મનુષ્ય એ પોતાના જીવન સાથે જોડાયેલ રહસ્યો કોઈ ને પણ ના જણાવવા જોઈએ. કારણ કે ઘણી વાર તમારા જીવન સાથે જોડાયેલ આ રહસ્યો તમારા માટે મુસીબત લાવી શકે છે. ક્યારેય પણ પોતાના જીવનના રહસ્યો કોઈને ના જણાવો.
ગાયત્રી મંત્ર નો જપ કરો : આચાર્ય ચાણક્ય એ ગાયત્રી મંત્ર ને સૌથી મોટો મંત્ર જણાવ્યો છે. આચાર્ય ચાણક્યના અનુસાર આ મંત્ર દુનિયાનો સૌથી મોટો મંત્ર છે. અને આ મંત્ર નો જપ કરવાથી દરેક દુખ દુર થઇ જાય છે. તેથી મનુષ્ય એ દરરોજ આ મંત્ર નો જપ કરવો જોઈએ.
લોકો પાસેથી કોઈ વસ્તુ ના મંગાવી : જે વ્યક્તિ બીજા ની વસ્તુઓ અથવા પૈસા માંગે છે એ મનુષ્ય ની કદર કોઈ પણ વ્યક્તિ નથી કરતા. તેથી વ્યક્તિ એ ક્યારેય પણ લોકો પાસેથી પૈસા અથવા તો કોઈ પણ અન્ય વસ્તુ ના મંગાવી જોઈએ. આવું કરવાથી તમારું સમ્માન ઓછું થઇ જાય છે.
ખોટું ના બોલવું : આચાર્ય ચાણક્યના અનુસાર જે લોકો વારંવાર ખોટું બોલે છે, એ લોકો પર કોઈ પણ વિશ્વાસ નથી કરતા અને જયારે તેઓ સાચું બોલે છે તો એને પણ ખોટું જ માનવામાં આવે છે. તેથી ક્યારેય ખોટું ના બોલવું જોઈએ.
મન દઈને ભણવું : માત્ર એ લોકોની જ કદર થાય છે જેઓ વિદ્વાન હોય છે. વિદ્યાર્થી જીવન નો સમય ખુબજ મહત્વપૂર્ણ હોય છે. અને આ સમય નો ઉપયોગ મનુષ્ય એ ખુબજ સારી રીતે કરવો જોઈએ. તેથી જીવનમાં ખુબજ મન લગાવીને અભ્યાસ કરવો જોઈએ અમે ભણવું જોઈએ.
ગુસ્સો ના કરવો : આચાર્ય ચાણક્ય ના જણાવ્યા અનુસાર ગુસ્સો મનુષ્યનું જીવન બરબાદ કરી નાખે છે. અને ગુસ્સો મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. તેથી જીવન માં ક્યારેય પણ ગુસ્સો ના કરવો જોઈએ.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!