નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી “ચોળાફળી”, ઘરે આજે જ બનાવો, નોંધી લો આ સરળ રીત…

0
334

મિત્રો, હાલ કોરોના વાયરસ નો કહેર ચાલી રહ્યો છે અને હાલ તહેવારો પણ નજીક આવી ગયા છે. તો મહેઆનોને શુ આપવુ એ અંગે ચિંતા થતી રહે છે. બજારમાં મળતા વસાણા સુરક્ષિત હશે કે કેમ તેવો પ્રશ્ન મનમા થયા રાખતો હશે. ખાસ કરીને વ્યક્તિઓને જ્યારે પણ ભૂખ લાગે તો પહેલા ચોરાફળીને યાદ કરે છે તથા નાસ્તામાં ચોરાફળી મગાવી લે છે. મોટાભાગે ચોરાફળી આપણે ત્યોહારો મા જ બનાવતાં હોઈએ છીએ જે આખા કુટુંબને ભાવતુ ભોજન હોવાથી તમે તેને ગમે ત્યારે અને ગમે તે સમયે બનાવીને કુટુંબને ખુશ કરી શકો છો. તો ચાલો આપણે જોઇએ કેવી રીતે બનાવાય ચોરાફળી.

સામગ્રી :

બે વાટકા ચણા નો લોટ, એક વાટકો મગ નો લોટ, એક વાટકો અડદ નો લોટ, એક ચપટી સાજી ના ફૂલ, નમક સ્વાદાનુસાર, તળવા માટે તેલ અને મસાલા માટે મરચું અને સંચળ.

બનાવવાની પદ્ધતિ:

સૌથી પહેલા એક કાથરોટમાં બધા જ લોટ ચાળી લેવા અને સારી રીતે હલાવી નાખવો. ત્યાર પછી તેમાં નમક અને બેકિંગ સોડા ઉમેરીને તેનો કડક લોટ બાંધી લેવો. હવે આ લોટ ને તેલવાળા હાથ કરી સરખી રીતે નસળી લેવો. હવે તેના લુઆ બનાવો તથા તેને જેમ તમે રોટલીને વણતા હોય તેમ વણી લો. તેને વણવા માટે આવશ્યકતા અનુસાર અટામણ પણ લઈ શકો છો.

આ રોટલી થોડીક સુકાઈ જાય ત્યાર બાદ તેમાં ઊભા કાપા મુકી દો અને ગરમ તેલમાં તળી નાખો. ચોરાફળી થોડી ગરમ હોય ત્યારે જ તેના પર ચટણી તથા સંચળ છાંટી દો તેમજ તેને એક હવા ચુસ્ત ડબ્બામાં ભરી દેવી. તો બની ને તૈયાર છે તમારી ગરમા ગરમ ચોરાફળી. જેને તમે કઢી અથવા તો ગમે તે ચટણી સાથે ખાઈ શકો છો.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here