ચોમાસાની શરૂઆત થતા જ આ ડેમ થયો ઓવરફલો, નીચાણવાળા વિસ્તારોમાં અપાયું હાઈ એલર્ટ, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ..!

0
132

ચોમાસાની સિઝન ચાલુ થતાં મેઘરાજાએ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર એન્ટ્રી કરી હતી. રાજ્યમાં ચોમાસાની સિઝન ચાલુ થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી ગયા હતા.

હવામાન નિષ્ણાતોના આગાહીના પગલે આગામી 5 દિવસમાં રાજ્યના દરેક વિસ્તારોમાં સર્વત્ર વરસાદ વરસવાની આગાહી રહી હતી. તે મુજબ રાજ્યના દરેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાને કારણે દક્ષિણ ગુજરાતમાં નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી.

સૌરાષ્ટ્રમાં આવેલા શહેરોમાં ડેમો છલકાઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, પોરબંદર જેવા જિલ્લાઓમાં સારા વરસાદને કારણે નદી તળાવો અને ખેડૂતોની વાડીના કુવામાં ખૂબ ઊચી સપાટીએ પાણી પહોંચી ગયા હતા.

તેને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ સારી એવી વાવણી કરી રહ્યા હતા. ખેડૂતો પોતાની વાવણી સારી થવાને કારણે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી, વલસાડ જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે ડેમો અને કેનાલો છલકાઈ ગયી હતી. દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસવાને કારણે નવસારીમાં અંબિકા નદી બે કાંઠે વહેવા લાગી હતી.

અંબિકા નદીમાં પાણી ઊંચી સપાટીએ આવી જતાં અંબિકા નદીના ડેમ ઓવરફલો થઇ ગયો હતો. અને અંબિકા નદી મુખ્ય મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં સાપુતારાના ડુંગરની પર્વતમાળામાંથી નીકળે છે. અને દક્ષિણ ગુજરાતમાં નવસારીમાંથી પસાર થાય છે. નવસારીમાં અંબિકા નદી પર ડેમ બનાવવામાં આવ્યો હતો.

તેને કારણે ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ નદીનું પાણી પૂરું પાડવામાં આવે છે. નવસારીમાં ખૂબ જ સારો વહુ સતત વરસાદ વરસ્યો હતો. તેને કારણે અંબિકા નદીમાં ઊચી સપાટીએ પાણી જતા ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ડેમના 40 દરવાજામાંથી 20 દરવાજા ખુલ્લા કરી નાખવામાં આવ્યા હતા.

તે માટે ડેમની નીચાણવાળા નદી કિનારાના ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. ચોમાસામાં ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આમ દર વર્ષ કરતા આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો હતો. તેને કારણે વાવણીલાયક વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

મુખ્યત્વે અનેક વિસ્તારોમાં સારા વરસાદને કારણે નદી-નાળા તળાવો અને ગ્રામ્ય વિસ્તારમાં કુવાઓ ઓવરફ્લો થઈ ગયા છે. હજુ આગામી પાંચ દિવસ સારો વરસાદ થાય તો ઘણા બધા ડેમો વધારે છલકાઈ જવાની સંભાવના રહી છે. અને ભાવનગરના શેત્રુંજી નદી પરના ડેમ પણ ઓવરફ્લો થઈ જવાને કારણે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. શેત્રુંજી નદીએ ભાવનગરની જીવાદોરી રહી છે.

નર્મદા સરદાર સરોવર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે. તેને કારણે ઘણા બધા ડેમ ઓવરફલો થઈ જતાં પુર જેવી સ્થિતી સર્જાવા લાગી છે. અને રાજ્યના કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી રહ્યા છે. વરસાદના છાંટા અને કાળા વાદળછાયા વાતાવરણને કારણે આ વિસ્તારોમાં ચોમાસું સારું રહ્યું છે. અને હજુ આગામી 5 દિવસમાં દરેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અને ઘણી બધી નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here