આજકાલ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળે છે. રાજ્યમાં ચોમાસાના આગમનનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. હમણાંના દિવસોમાં વાદળછાયુ વાતાવરણ થવાને કારણે લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીથી છુટકારો મળી રહ્યો છે. અને લોકોને માટે આ ખુશીના સમાચાર આપે તેવી આગાહી મળી છે.
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં ખૂબ જ ઘટાડો જોવા મળશે. અને લોકોને હવે તડકો સહન કરવો નહીં પડે. ગુજરાત રાજ્યમાં અનેક શહેરોમાં તાપમાનમાં સરેરાશ ઘટાડો જોવા મળ્યો છે. તાપમાન ઘટીને 41 થી 42 ડિગ્રી થઇ ગયું છે. અને સૌથી વધુ તાપમાન ગયા 2-3 દિવસમાં ગાંધીનગર અને ભાવનગરમાં 40 ડિગ્રી જેટલું નોંધાયું હતું.
પરંતુ સૌથી ઓછું તાપમાન સુરતમાં 34 ડિગ્રી નોંધાયું હતું. હવે વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળશે. અને હવે લોકોને ચોમાસાના આગમનની રાહ જોવી નહીં પડે આજકાલ જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે. તેને કારણે હવે ચોમાસુ દૂર રહ્યું નથી. લોકોને માટે આ ખુશીના સમાચાર હવામાન વિભાગ આપી રહ્યું છે.
અને ચોમાસાનુ આગમન સૌથી પહેલા દેશભરમાં કેરેલામાં થાય છે. અને આગાહી નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં આવેલા આસની નામના તોફાનના કારણે સમય પહેલા ચોમાસુ કેરેલામાં પહોંચી શકે તેવી શક્યતા છે. અને આ તોફાનને કારણે વાતાવરણમાં પલટો જોવા મળે છે. તેને કારણે આ જોરદાર પવન ફુંકાઈ રહ્યા છે.
અને તેને કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપી છે. અને કચ્છ, જામનગર ઓખા, પોરબંદર જેવા દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. અને તેને કારણે ગુજરાતના ખેડૂતોને પણ ચોમાસાની હવે વધુ રાહ જોવી નહીં પડે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં ખેડૂતોને આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશી થઈ છે. તેઓ વાવણી નવો સમય નક્કી કરી શકે છે. અને તેને કારણે હવે આગામી દિવસોમાં ચોમાસુ આવવાની ખૂબ જ શક્યતા વધી છે. ગુજરાતમાં થોડા દિવસ પછી ચોમાસું જલ્દી આવવાની શક્યતા છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!