વડોદરા શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જે સાંભળતાની સાથે જ તમે બોલી ઉઠશો કે આતો કેવા ભવાડા!કમલા પાર્ક સોસાયટીમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલના ઘરે ચોરી નો કિસ્સો સામે આવ્યો હતો. કોન્સ્ટેબલના મકાનમાં મોદી રાત્રે મહિલાઉ ગાઉન પેહરીને એક ચોર ઘુસ્યો હતો.
ચોરને ભાગવા જતા સંતુલન ગુમાવ્યું હતું અને તે બીજા માળેથી નીચે પડ્યો હતો તેથી તેને માથાના ભાગે ઈજા થઈ હતી. ઈજા થતાની સાથે સોસાયટીના લોકોએ માનવતા દાખવીને શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યાર બાદ તેની પરિસ્થિતિ ગંભીર થતા તેને અમદાવાદ ખસેડ્યો હતો.
કોન્સ્ટેબલનો પરિવાર અગાસી પર સુવા ગયો હતો : પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કોન્સ્ટેબલ દિલીપ પાઠક વડોદરાની કમલા પાર્ક સોસાયટીમાં રહે છે.તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. ગુરુવારની રાત્રે તેવો પરિવાર સાથે અગાસી પર સુવા ગયેલ હતા. મધરાત્રે 3.30 આજુબાજુ દિલીપભાઈ લઘુશંકા માટે ઉઠ્યા હતા ત્યારે તેને અજાણ્યા શખ્સને મહિલાના કપડા માં જોયો હતો , ત્યારબાદ દિલીપભાઈએ બુમા બુમ કરી એટલે ચોરએ બીજા માળેથી કુદકો માર્યો હતો અને ઈજા થઈ હતી.
ચોરએ મહિલાનું ગૌણ પેહર્યું હતું : યુવકે ભૂસકો લગાવતાં નીચે જમીન પર પટકાયો હતો. દિલીપભાઈ અને તેમના પરિવારે નીચે આવીને જોતાં યુવક લોહીના ખાબોચિયામાં ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો નજરે પડ્યો હતો. દિલીપભાઈએ બનાવની જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી.
ચોરએ પડોશમાં રેહતી મહિલાના કપડા પેર્યા હતા : ચોર ઉત્તરાખંડનો વિરેન્દ્ર કુમાર સોમા તલાવ તરસાલી રોડ પર આવેલા કેફેમાં નોકરી કરે છે. તેને ચોરી કરવા માટે પાડોશી મહિલાના કપડા નો ઉપયોગ શા માટે કર્યો ? આ પ્રશ્નનું ઘોર રહસ્ય હજુ કોઈને જાણવા મળ્યું નથી. અત્યારે વીરેન્દ્ર કુમાર કોમા માં છે. આ પ્રશ્નનો જવાબ તો જયારે તે ભાનમાં આવશે ત્યારે જ અલ્શે એવું લાગી રહ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!