શિયાળુ પાકને અસર થશે એટલું જ નહીં ઘઉંને પણ અસર થશે
અમરેલીમાં જાફરાબાદમાં દોઢ અને રાજુલામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા, ખાંભા પણ ભીંજાયા હતા. આ વરસાદથી આ વિસ્તારના ચણા, જીરું, ડુંગળી, કપાસ, શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે.
પંચમહાલમાં ગોધરા, હાલોલ, કાલોલમાં વરસાદ પડ્યો હતો. મહીસાગર જિલ્લામાં પણ વરસાદને કારણે રવીપાકને ભારે નુકસાન થયું છે. આંબાના મોર અને ધાણા, જીરૂ જેવા શિયાળુ પાકને અસર થશે એટલું જ નહીં ઘઉંને પણ અસર થશે.
અનાવૃષ્ટિનું નુકસાન કેવા સંજોગોમાં ગણાશે
આ યોજના હેઠળના ત્રણ પ્રકારના જોખમોમાં સહાય આપવાનો અભિગમ છે. અનાવૃષ્ટિ (દુષ્કાળ), અતિવૃષ્ટિ અને (3) કમોસમી વરસાદ (માવઠું)ને કારણે પાકને થતાં નુકસાન સામે રક્ષણ પૂરૂં પાડવામાં આવશે.
ગુજરાતના જે તાલુકામાં ચાલુ સિઝનનો 10 ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યારથી 31 ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (28 દિવસ) સુધી વરસાદ ન પડયો હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયું હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.
ખરીફ મોસમના પાકમાં33થી 60 ટકા નુકસાની થાય તો ખેડૂતને હેક્ટરદીઠ રૂા. 20000નું વળતર અપાશે
અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું ત્રણ પ્રકારના જોખમો આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ખરીફ મોસમમાં લેવાતા તમામ પાકની નુકસાની 33થી 60 ટકા હશે તો ખેડૂતોને હેક્ટરદીઠ રૂા.20,000ની સહાય આપવાની યોજનાની આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે.
ખેડૂતના પાકને 60 ટકાથી વધુ નુકશાની હોય તો પ્રતિ હેકટર રૂ. રપ હજારની સહાય અપાશે. જોકે તેમાં મહત્તમ સહાય 4 હેકટરની મર્યાદામાં અપાશ એટલે કે રૂા. 1 લાખ સુધી જ આપવામાં આવશે. આ યોજનાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તરીકે ઓળખાશે.
ગુજરાતના રેવન્યુ રેકર્ડમાં નોંધાયેલા તમામ 8-અ ધારક ખેડૂત ખાતેદારને એસ.ડી.આર.એફ.- સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડના લાભ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. એફ.આર.એ.-ફોરેસ્ટ રાઈટ્સ એક્ટ હેઠળના સનદ ધારક ખેડૂતને પણ આ યોજના હેઠળ લાભાર્થી તરીકે ગણતરીમાં લેવામાં આવશે.
ગુજરાતના પ6 લાખથી વધુ ખેડૂતોને ખરીફ પાકો માટે આવરી લેતી યોજના નવી યોજના આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી છે. પાક લેવાની ખરીફ મોસમ ર0ર0થી આ યોજના અમલમાં મૂકાશે. કોઇ પણ પ્રિમીયમ ભર્યા વિના ગુજરાતના ના ધરતીપુત્રોને મળશે યોજનાકીય લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીની જાણકારીઓ માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..