મુખ્યમંત્રી બનવાની રેસમાં અચાનક જ એક નામ ઉમેરાયું.. જાણો કોણ છે એ નેતા !

0
140

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દે લઇને રહસ્ય અકબંધ છે.ત્યારે વધુ નામ એક ચર્ચામાં ઉમેરાયું છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરુણ તેમજ પ્રહલાદ જોશી ગુજરાતમાં પહોંચ્યા છે. આ નિરીક્ષકો કમલમ ખાતે બેઠક યોજશે ત્યાર બાદ તેઓ નક્કી કરશે કે આગામી મુખ્યમંત્રી કોને બનાવવા.

મુખ્યમંત્રી બનવાની રેસમાં મોખરે નીતિન પટેલ છે , ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનું નામ આવે છે , ત્યાર બાદ ગોરધન ઝડફિયા નું નામ આવે છે , ત્યાર બાદ પ્રફુલ પટેલ અને પુરુષોતમ રૂપાલાનું નામ આવે છે. આ નામોની યાદીમાં હજુ ઘણા નામો સામેલ થય રહ્યા છે.

ત્યારે કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ નું નામ પર ઉમેરાયું છે. એ મહત્વનું છે કે, આજે મળનારી ધારાસભ્યોની બેઠક બાદ હવે નવા મુખ્યમંત્રી નામની જાહેરાત થઇ શકે છે. ભાજપના નિરીક્ષકો દ્વારા બેઠકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે બાદ સત્તાવાર રીતે આજે બપોરે ત્રણ વાગ્યે ધારાસભ્યોની બેઠક મળશે અને આ નામ ની જાહેરાત કરવામાં આવશે.

મહત્વનું છે કે, ભાજપના કેન્દ્રિય નિરીક્ષકો ગુજરાતમાં આવતાની સાથે જ આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સી આર પાટીલ ના નિવાસ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી. જો કે નવા સીએમ કોણ હશે. તો બપોરે જ ખબર પડી જશે. જો કે નવા મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી પ્રબળ શક્યતાઓ જોર પકડી રહી છે. એવામાં વધુ નામ આર.સી.ફળદુ નું પણ સીએમ તરીકે સામે આવી રહ્યું છે.

નવા મુખ્ય મંત્રી તરીકે હવે પાટીદાર ચહેરો ગણાતા નાયબ મુખ્યમંત્રી ના નામ પર પસંદગીની મહોર લગાવવામાં આવી શકે છે. તેવી પ્રબળ શક્યતાઓ એ જોર પકડી રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી ની ફોર્મ્યુલા સ્વીકાર કરવામાં આવે છે. જેમાં ઓબીસી અને એસસીએસટીની તા પણ સમાવેશ થઈ શકે છે. આમ જોવામાં આવે તો કોણ બનશે ?

ગુજરાતના નવા મુખ્યમંત્રી તેની નામની ચર્ચાએ જોર પકડયું છે.આજે વહેલી સવારથી જ બને નિરીક્ષકો અમદાવાદ આવતા રાજકારણમાં હલચલ થઇ છે. ઉલ્લેખનીય છે કે આજે બપોરે ત્રણ વાગ્યે ધારાસભ્યોની બેઠક મળવાની છે. ત્યારે આ બેઠક બાદ બંને નિરીક્ષકો સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી શકે છે. એવું પણ મનાઈ રહ્યું છે કે, અહીં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરે કહ્યું અહીં ગુજરાતના મુખ્યમંત્રી ના નામ પર વધુ ચર્ચા કરવા માટે આવ્યા છીએ.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here