છેલ્લા એક અઠવાડિયાની અંદર પેટ્રોલમાં પાંચ રૂપિયાનો વધારો થયો છે. રોજરોજ વધતા પેટ્રોલ ડીઝલનો ભાવ સામાન્ય માણસોને ચિંતામાં મૂકી દે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે શાકભાજી અને દૂધ તેમજ ફળ ફળાદીના ભાવો પણ વધવા લાગ્યા છે. કારણકે જે વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચવા માટે જોવી પડતી હોય છે.
તે તમામ વસ્તુઓનો આધાર પેટ્રોલ-ડીઝલના ભાવ પર આધાર હોય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની સાથે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધે છે. જેને કારણે દરેક વસ્તુ પર મોંઘવારીનો માર પડતો હોય છે. જ્યારથી ભારતના ચાર રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યાર પછી રોજ રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૮૦થી ૯૦ પૈસા સુધીનો વધારો થવા લાગ્યો છે.
અને મોટાભાગના શહેરોમાં પેટ્રોલ સો રૂપિયાને પાર થઈ ગયું છે. એવામાં હવે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થતાની સાથે જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અદાણી કંપનીના સીએનજી ગેસના ભાવમાં વધારો થતા નવો ભાવ ૮૦ રૂપિયા પહોંચી ગયો છે. અદાણી કંપની એ સીએનજી ગેસના ભાવમાં એક કિલોએ પાંચ રૂપિયાનો વધારો ઝીંકી દેતા હવે પેટ્રોલ-ડીઝલ ની સાથે સાથે ગેસના ભાવ પણ આસમાનની ઉંચાઈઓ ધડકી રહ્યા છે.
ગુજરાતના અમદાવાદમાં પેટ્રોલ સો રૂપિયા પહોંચી ગયું છે. તો ડીઝલ 94 રૂપિયા પહોંચી ગયું છે. ગઈકાલે પેટ્રોલના ભાવમાં 80 પૈસા કયારે ડીઝલના ભાવમાં 72 પૈસાનો વધારો થયો છે. આમ જોતા છેલ્લા આઠ દિવસની અંદર અંદર કુલ પાંચ રૂપિયા જેટલો વધારો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો છે.
હાલ મોટા ભાગના લોકો એક જ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે હવે આ મોંઘવારી ક્યાં જઈને ઊભી રહેશે..? કારણકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે અમુલ જેવી દૂધ ઉત્પાદન કરતી કંપની પણ દૂધના ભાવમાં બે વખત વધારો કરી દીધો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!