મુરાદાબાદમાં વેક્સિનેશન પછી મોત:હોસ્પિટલના CMOએ કહ્યું- વેક્સિનનું રિએક્શન જોવા મળ્યું નથી, વોર્ડબોયનું મોત હાર્ટ-અટેકથી થયું

0
638

કોરોનાથી ડરવું કે વેક્સીનથી??

મુરાદાબાદમાં કોરોના વેક્સિન લગાવ્યા પછી વોર્ડબોયના મોતના કેસમાં હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધિકારીએ કહ્યું હતું કે મોતનું કારણ હાર્ટ-અટેક છે.

મુરાદાબાદ જિલ્લા હોસ્પિટલમાં તહેનાત 48 વર્ષના વોર્ડ બોય મહિપાલની કોરોના વેક્સિન લીધા પછી તબિયત લથડી ગઈ હતી, ત્યાર પછી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો.

મહિપાલ કોરોના સંક્રમિત ન હતા:મહિપાલનાં પરિવારજનોનું કહેવું છે કે તબિયત લથડતાં જોઈ તેને હોસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા. મહત્ત્વનું છે કે 16 જાન્યુઆરીએ વોર્ડબોય મહિપાલને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. રવિવારે સાંજે તેમની તબિયત લથડી હતી.

તો આ તરફ જિલ્લા હોસ્પિટલના CMOએ જણાવ્યું હતું કે વેક્સિનનું કોઈ રિએક્શન જોવા મળ્યું નથી. મૃત્યુનાં કારણોની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે મહિપાલ કોરોના સંક્રમિત ન હતા.

પિતાને નિમોનિયા હતો, હોસ્પિટલથી આવ્યા પછી તકલીફ વધીઃ વિશાલ : મૃતક મહિપાલના દીકરા વિશાલે કહ્યું હતું કે 16 જન્યુઆરીએ તેમના પિતાએ કહ્યું હતું કે તે તેને લઈને જિલ્લા હોસ્પિટલ ગયા, કારણ કે તેમનું કોરોના વેક્સિનેશન થવાનું છે. 16 જાન્યુઆરીએ વેક્સિનેશન પછી તે તેના પિતાને સાથે લઈને આવ્યો ત્યારે તેઓ હાંફી રહ્યા હતા અને ખાંસી આવી રહી હતી. તેઓ કોરોના પોઝિટિવ ન હતા. હા, તેમને નિમોનિયા હતો, હોસ્પિટલથી આવ્યા પછી તેમની તકલીફ વધી ગઈ હતી.

મુરાદાબાદના મુખ્ય ચિકિત્સા અધિકારી એમ. સી. ગર્ગે રવિવારે કહ્યું હતું કે તેમના મોતનાં કારણો પોસ્ટમાર્ટમ પછી જ જાણી શકાશે. આજે તેમણે જણાવ્યું હતું કે મહિપાલનું મોત હાર્ટ-અટેકથી થયું છે. આ મામલામાં હોસ્પિટલ પ્રશાસન વધુ તપાસ કરી રહ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીઓ તેમજ તમામ સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here