24 કલાકમાં આ કોરોનાના ચાલતા 49 લોકોનું મોત : બ્રિટનમાં એક વાર ફરી કોરોના વાયરસથી વધતા મામલામાં સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. જાન્યુઆરી બાદ આ પેહલીવાર એક દિવસમાં કોરોના વાયરસથી સંક્રમણના 50 હજારથી વધારે મામલા સામે આવ્યા છે. સાથે ગત 24 કલાકમાં આ કોરોનાના ચાલતા 49 લોકોનું મોત થયું છે. કેટલાક પ્રતિબંધોને છોડીને સોમવારે બ્રિટનમાં લોકડાઉનના નિયમો ખતમ થવા જઈ રહ્યા છે. તેવામાં સંક્રમણના મામલામાં વૃદ્ધિ સંક્રમણના મામલામાં વૃદ્ધિ ચિંતાનો વિષય બની શકે છે.
19 જુલાઈ સુધી કોરોનાના રોજના મામલાની સંખ્યા 50, 000 સુધી પહોંચી શકે : બ્રિટનના સરકારી આંકડા અનુસાર ગત 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 51, 870 નવા મામલા સામે આવ્યા છે. જે આ વર્ષ 15 જાન્યુઆરી બાદથી અત્યાર સુધીમાં સૌથી મોટી સંખ્યા છે.
બ્રિટનમાં અત્યાર સુધી 8 જાન્યુઆરીએ કોરોનાના સૌથી વધારે 68, 053 મામલા મળ્યા હતા. હેલ્થ સેક્રેટરી સાઝિજ જાવેદ પહેલા જ ચેતવણી આપી ચૂક્યા છે. જ્યાં 19 જુલાઈ સુધી કોરોનાના રોજના મામલાની સંખ્યા 50, 000 સુધી પહોંચી શકે છે. સાથે તેમણે કહ્યું કે આવનારા કેટલાક સમયમાં આ સંખ્યા એક લાખ પ્રતિદિન પાર થઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે સરકારનું આ પગલુ ખતરનાક : મામલામાં વૃદ્ધિ છતાં બ્રિટન સરકાર હજું પણ 19 જુલાઈએ ઈંગ્લેન્ડમાં પ્રતિબંધ હટાવવાની તૈયારીમાં છે. જો કે અનેક વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે સરકારનું આ પગલુ ખતરનાક રહેશે. ઈંગ્લેન્ડમાં ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીએ ચેતવણી આપી છે કે કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી શકે છે.
તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યા ત્રણ અઠવાડિયામાં 2 ગણી થઈ શકે છે. સાથે તેમણે કહ્યું કે હજું પણ આ સંકટથી બહાર નથી આવ્યા. જો સોમવારે લોકડાઉનના નિયમોમાં છૂટ અપાય છે તો આ દરમિયાન લોકોએ તકેદારી દાખવવાની છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!