હાલના આધુનિક યુગમાં લોકો સાથે અચાનક જ એવી ઘટના બની જાય છે તે કોઈ કહી શકતું નથી. અને લોકો સાથે આવી અણધારી ઘટના બનવાને કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ જાય છે અથવા તો ઘણા લોકો પોતાના જીવ ગુમાવી દે છે આવી ઘણી બધી ઘટનાઓ આજકાલ આપણે બનતી સાંભળી રહ્યા છીએ.
અને ઘણા બધા બનાવો આપણી નજર સામે પણ બની જાય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના એક મહિલા અને બાળક સાથે બની હતી. આ મહિલા સુરત શહેરના માંગરોળ તાલુકામાં રહેતી હતી. મહિલા તેના પરિવાર સાથે માંગરોળ તાલુકાના વડગામમા રહેતી હતી. મહિલા વડગામના પીપળી ફળિયામાં પોતાના પરિવાર સાથે ખુબ જ ખુશીથી રહેતી હતી.
મહિલાનું નામ ગીતાબેન ચૌધરી હતું. ગીતાબેન ચૌધરીની ઉમર 45 વર્ષની હતી. અને તેમની સાથે આ ઓચિંતાની ઘટના બની ગઈ હતી. આ ગીતાબહેન પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે તેના ગામના બીજા મજૂરો સાથે ઇસનપુર ગામની જમીનમાં જરાવાળી ખડી પાસે આવેલા ખેતરોમાં મજૂરી કામ કરવા માટે જતા હતા.
તે સમયે તેમનો 9 વર્ષનો પૌત્ર સાથે થયો હતો. પૌત્રનું નામ રોનીકકુમાર ચૌધરી હતું. આ ખેતરોમાં બાજરીનો પાક કરવામાં આવતો હતો. તે માટે મજૂરોને બાજરી કાપવા માટે બહાર ગામથી બોલાવવામાં આવતા હતા. તેના ગીતાબહેન અને તેમના સાથે ગામના અન્ય મજૂરો મજૂરી કરવા માટે જતા હતા.
એક દિવસ ગીતાબહેન ખેતરમાં મજૂરી કામ કરવા માટે જવા તૈયાર થયા હતા અને રોનિક તેના બા સાથે બીજાના ખેતરમાં ગયો હતો. તે સમયે ગીતાબહેન ખેતરમાં બાજરી કાપી રહ્યા હતા. અને આ રોનીક ત્યાં ખુલ્લા ખેતરમાં રમી રહ્યો હતો. તે સમયે મને રમતા-રમતાસૂતરી વીટેલી દડી મળી હતી. હકીકતમાં આ સુતળી વીંટેલો લાસણીયો બોમ્બ હતો.
આ બોમ્બ ડુક્કરનો શિકાર કરવા માટે આજકાલ ઘણા બધા વ્યક્તિઓ વાપરી રહ્યા છે. આ ખેતરને ડુક્કરથી બચાવવા માટે આખા ખેતરમાં છુટા છવાયા નાખવામાં આવ્યા હતા. પરંતુ રોનીકને નવી વસ્તુ લાગતા તેણે હાથમાં લઈને ગીતાબેનને બતાવવા માટે ગયો હતો. તે સમયે ગીતાબેન હજુ જુવે એ પહેલા રોનીકે આ બોમ્બને દબાવતા લસણીયા બોમ્બ ફાટી પડયો હતો.
અને ગીતા બહેનને હાથના ભાગે તેમજ શરીરમાં ઘણી બધી જગ્યાએ ઈજા પહોંચી હતી. અને રોનોકના ગાલ અને કપાળ ઉપર ઈજા થઈ ગઈ હતી. તે માટે ખેતરમાં અન્ય મજૂરો તરત જ બને ગીતાબહેન અને રોનિત પાસે પહોંચી આવ્યા હતા. અને ખેડૂતના માલિકને જાણ કરીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ખેતરમાં આવો બોમ્બ ફેંકવા વિરુદ્ધ ખેતરનાં માલિક સામે ગીતાબેનના પુત્ર કલ્પેશકુમારએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. આવા બોમ્બ લોકોને માટે જોખમી છે. અને ખેતરમાં કામ કરવા જતા લોકો માટે ખૂબ જ જોખમી ભર્યા છે. ખેતરના માલિકને આ સમયે બોમ્બ નાખવા ન જોઈએ તેવી પોલીસને ફરિયાદ નોંધાવી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!