રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. જેમ-જેમ વાહનો વધતા જાય છે, તેમ અકસ્માતની ઘટનાઓ વધવા લાગી છે. ઘણા બધા લોકો પોતાનું વાહન ખરાબ રીતે ચલાવીને બીજાની જિંદગી મુશ્કેલીમાં મુકી દે છે. સરકારના ટ્રાફિકના કડક નિયમો હોવા છતાં લોકો બેફામ ગાડી ચલાવીને બીજા લોકો સાથે અકસ્માત સર્જી રહ્યા છે.
આવા ઘણા બધા અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ પણ ગયા છે. ઘણા લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે ત્યારે ક્યારેય પરિવારના એકસાથે ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. આવી જ એક અકસ્માતની ગંભીર ઘટના ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં બની હતી. આણંદ જિલ્લામાં આકલાવની આસોદર ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી.
આસોદર ચોકડીથી સુદણ જવાના રોડ પર માતા, પુત્ર અને પુત્રી સાથે અકસ્માત સર્જાયો હતો. આંકલાવમાં આ પરિવાર રહેતું હતું. પરિવારના માતા, દીકરો અને દીકરી ખૂબ જ ખુશીથી રહેતા હતા. માતાનું નામ ધર્મિષ્ઠાબહેન હતું. તેમની દીકરીનું નામ હિના હતું. અને તેમના દીકરાનું નામ સચિન હતું.
ભાઈ-બહેન અને માતા આકલાવથી હાલોલ તેના ફઈના ઘરે જતા હતા. તેના ફઈ હાલોલમાં રહેતા હતા. તે માટે ફઈનો દીકરો આફ્રિકા જઈ રહ્યો હતો. ભાઈ-બહેન અને માતા તેના ફઈના દીકરાને મળવા માટે હાલોલ જઈ રહ્યા હતા. તે સમયે આસોદરના સુદણ પાટિયા પાસે પહોંચતા 1 અજાણ્યા ડમ્પરચાલક ખૂબ જ ઝડપી સ્પીડે આવી રહ્યો હતો.
માતા, દીકરો-દીકરીની બાઈક સાથે ટક્કર મારી દીધી હતી. અચાનક બાઈકને પાછળથી ટક્કર મારીને ભાઈ-બહેન અને માતાને ઉછાળી મૂક્યા હતા. ઉછાળતાની સાથે જ માતા દૂર જઈને ફંગોળાઈને નીચે પટકાઈ હતી. ભાઈ-બહેન પણ ખૂબ જ ઇચ્છાગ્રસ્ત થયા હતા. અને માતા ત્યાંને ત્યાં જ મૃત્યુ પામી હતી.
ડમ્પરચાલક ઝડપી સ્પીડમાં હોવાને કારણે તેને ડમ્પર ઊભું પણ રાખ્યું નહીં. અકસ્માત થયાના ડરે તે ભાગી ગયો હતો. તે સમયે ઘટનાનો જોરદાર અવાજ આવવાને કારણે આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈને માતા અને ભાઈ-બહેનને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. તરત જ 108ને ફોન કરીને ભાઈ-બહેનને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.
માતા ઘટના સ્થળે મૃત્યુ પામી હતી. તે માટે બંને ભાઈ-બહેન ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. અણધારી રીતે બંને ભાઈ-બહેનોએ તેની માતાની મમતાની ગુમાવી હતી. અને સચિનએ તેની માતા સાથે આવી ગંભીર હાલત કરનાર ડમ્પર ચાલકની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
પોલીસ આ ડમ્પપર ચાલકને શોધી રહી હતી. આમ, ગ્રામ્ય વિસ્તારમાં અનેક શહેરોમાં અચાનક બનતા અકસ્માતોને કારણે ઘણા બધા લોકો જીવ ગુમાવી રહ્યા છે. ઘણા પરિવારમાંથી એક વ્યક્તિનું મોત થતાં પરિવારમાં વેરવિખેર થઈ જાય છે. આજકાલ આવા અકસ્માતો સર્વને કારણે લોકો સાથે જીવલેણ ઘટના બની રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!