રોજેને રોજે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં વાહન વધતાની સાથે અકસ્માતો પણ ખૂબ જ વધી રહ્યા છે. લોકો પોતાના વાહનો ઉતાવળમાં ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. સરકારના ટ્રાફિકના નિયમો હોવા છતાં લોકો પોતાનો બેફામ અને ખરાબ ડ્રાઇવિંગ કરીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
અકસ્માતને કારણે એકસાથે ઘણા બધા લોકોને મૃત્યુ થવા લાગ્યા છે. આવી જ એક અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી. આ અકસ્માતમાં એકસાથે 3 મિત્રોના મોતને કારણે મિત્રોના પરિવારમાં હાહાકાર મચી ગયો હતો આ ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં વડોદરા-હાલોલ વચ્ચેના હાઈવે પર ડમ્પર ચાલક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત વડોદરાથી 5 મિત્રો પાવાગઢ દર્શન કરવા માટે નીકળ્યા હતા તેની સાથે બન્યો હતો. તેઓ 2 બાઈક લઈને નીકળ્યા હતા. સવારના સમયે પાવાગઢ દર્શન કરવા માટે વડોદરા-હાલોલ રોડ પર જઈ રહ્યા હતા. આ રોડ પરથી તેઓ પાવાગઢ જવા માટે નીકળ્યા હતા. તે સમયે 5 મિત્રો બંને બાઈકોમાંથી એક બાઈક પર 3 મિત્રો અને બીજી બાઈક પર 2 મિત્રો બેસ્યા હતા.
આ 5 મિત્રોમાં મૃત્યુ પામેલા 3 મિત્રોના નામ વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ હતો. તે ગાંગરડી ગામનો રહેવાસી હતો. વિરેન્દ્રની ઉંમર 20 વર્ષની હતી. બીજો મિત્ર જયેન્દ્ર સંજયભાઈ પટેલ હતો. તે દેગાવાડા ગામનો રહેવાસી હતો. તેની ઉંમર 20 વર્ષની હતી. ત્રીજો મિત્ર રોનક ધનાભાઈ પરમાર હતો. તે લીંબડીયા ગામનો રહેવાસી હતો. તેની ઉંમર પણ 20 વર્ષની હતી.
ત્રણેય મિત્રો ઘણા સમયથી ખાસ મિત્રો હતા. તેમાંથી એક મિત્ર રોનક પરમાર તે વડોદરામાં પોતાના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. અન્ય બે યુવકો હોસ્ટેલમાં રહેતા હતા. તેઓ પોતાના ગામથી વડોદરા ભણવા માટે આવ્યા હતા. ત્રણેય મિત્રો કોલેજમાં અભ્યાસ કરતા હતા. વિરેન્દ્ર ગોહિલ અને રોનક પરમાર વડોદરાની સિગ્મા કોલેજમાં અભ્યાસ કરતા હતા.
જયેન્દ્ર પટેલ વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. મિત્રોમાંથી રોનક પરમારનો જન્મદિવસ હતો. તેને કારણે ત્રણેય મિત્રો જન્મદિવસની ઉજવણી કરવા માટે પાવાગઢ દર્શન કરવા માટે ગયા હતા. રોનક પરમારની ઈચ્છા હતી તે કે તે કોઈ મંદિરે દર્શન કરવા માટે જોવું છે. તે માટે જન્મદિવસ હોવાથી પાંચ મિત્રો પાવાગઢ દર્શન કરવા માટે નીકળ્યા હતા.
પરંતુ વડોદરાથી નીકળ્યા બાદ હાલોલ રોડ પર તેઓ બાઈક લઈને જઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ એક ડમ્પર ચાલક પાછળથી આવી રહ્યું હતું. તેણે બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી. બાઈક ઉપર સવાર ત્રણ મિત્રો ટક્કર લાગતાની સાથે જ ફંગોળાઈ ગયા હતા. રોડ પર ભટકાયા હતા. રોડ ઉપર ભટકાવવાને કારણે ત્રણેયને ખૂબ જ ઈચ્છાઓ પહોંચી હતી.
માથાના ભાગ પર રોડ સાથે ભટકાવવાને કારણે તેઓના કમકમાટી ભર્યા મોત થઈ ગયા હતા. અચાનક જ મોત થઈ જવાને કારણે તેની સાથે રહેલા બંને મિત્રો પોતાની બાઈક ઉભી રાખીને આ અકસ્માત સર્જાયેલા મિત્રો પાસે પહોંચ્યા હતા. જોત જોતામાં આસપાસના સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતનો ખૂબ જ ધડાકેદાર અવાજ સંભળાયો હતો. બાઈક ઘસાવાનો પણ અવાજ આવ્યો હતો. તેને કારણે સ્થાનિક દોડવા લાગ્યા હતા અને આ ત્રણમાંથી એક પણ યુવકને બચાવી શક્યા ન હતા. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય મિત્રોના પરિવારને અકસ્માતની જાણ કરી હતી.
ત્રણેય મિત્રોના પરિવારમાં અકસ્માતની જાણ થતા તેઓના પરિવારમાં શોખનું ઓછું ફરી વળ્યું હતું. પોતાના જુવાન દીકરાઓને તેઓએ ગુમાવ્યા હતા. પોલીસ ડમ્પર ચાલકની તપાસ કરી રહી હતી. આમ, અકસ્માતમાં એકસાથે અનેક લોકોના મોત થવાને કારણે પરિવારમાં વિર્ખેર થઇ જાય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!