મોટાભાગે આપણે દવાઓને ખરીદતી વખતે અમુક જરૂરી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા. તેમને ખરીદતી વખતે મોટાભાગે આપણે તેની પ્રાઈઝને જોઈએ છીએ અથવા તો તેની એક્સપાઈરી ડેટને. તમને જણાવી દઈએ કે દવાઓના પેકેટ પર એવા ઘણા નિશાન હોય છે જેનું ધ્યાન રાખવું પણ ખૂહ જરૂરી છે.
આ નિશાનના ઘણા અલગ અલગ મતલબ હોય છે. દવાઓના પેકે પર બનેલા આ નિશાનોથી દવાની ઉપયોગિતા અને તેના વિશે ઘણી જાણકારીઓ મળી જાય છે. આ નિશાન તમને એ વાતની પણ જાણકારી આપી છે કે દવા નશીલી છે કે નહીં. આથવા દવાને કોઈ ખાસ પ્રકારના ઉપયોગ દ્વારા બનાવવામાં આવી છે, એવામાં દવાઓને ખરીદતી વખતે આ નિશાનો પર જરૂર ધ્યાન રાખવું જોઈએ.
ડોક્ટરની સલાહ વગર ન ખરીદો આવી દવા : તમે જે દવાઓને ખરીદો છો જો તેના પર રેડ લાઈનનું નિશાન બનેલું છે તો તમારે તેને ન ખરીદવી જોઈએ. દવાના પેકેટ પર બનેલી આ રેડ લાઈનનો મતલબ હોય છે કે તમે આ દવા કોઈ ડોક્ટરની સલાહ વગર ન ખરીદી શકો.
ડોક્ટરની સલાહ લીધા વગર આ દવાઓને લેવી તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. મોટાભાગે એન્ટીબાયોટિક સાથે જોડાયેલી દવાઓના પેકેટ પર રેડ લાઈન જોવા મળે છે. આ દવાઓને ડોક્ટરની સવાહ બાદ જ ખરીદવી જોઈએ.
જો દવાના પેકેટ પર RX લખેલું છે તો તે દવાને પણ ડોક્ટરની સલાહ પર જ ખરીદવી જોઈએ. ત્યાં જ જે દવાઓના પેકેટ પર NRx લખેલું હોય છે. તેને ફક્ત લાયસન્સ પ્રાપ્ત ડોક્ટર જ પોતાના દર્દીઓને આપી શકે છે. આ દવાને કોઈ પણ સામાન્ય ડોક્ટર નહીં વેચી શકે.

જો કોઈ દવાના પેકેટ પર XRx લખેલું હોય તો સમજીલો કે આ દવા ખૂબ રેર છે. આ દવા મેડિકલ સ્ટોર પર જ ઉપલબ્ધ નથી હોતી. આ ઉપરાંત આ દવાઓને અલગ કોઈ મેડિકલ સ્ટોર વેચી રહ્યું છે તો સાવધાર થઈ જાઓ. તેને તમારે ભૂલીથી પણ ન ખરૂદવું જોઈએ. આ દવાઓને ફક્ત ડોક્ટર્સ જ વેચી શકે છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!