દેશમાં કોરોના યથાવત : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ-બ્રેક 2 લાખ ૬૦ હજાર કેસ નોંધાયા..કેન્દ્ર સરકાર મૂંજવણમા મુકાઈ..જાણો સમગ્ર માહિતી..

0
346

દેશમાં કોરોનાના કેસના આંકડા દરરોજ નવા રેકોર્ડ્સ બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2 લાખ 60 હજાર 533 નવા પોઝિટિવ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી હતી. આ અગાઉ શુક્રવારે 2.33 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં એક લાખ 38 હજાર 156 લોકો સાજા થયા હતા અને 1492 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

શનિવારે સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર (67,123), ઉત્તરપ્રદેશ (27,334), દિલ્હી (24,375), કર્ણાટક (17,489) અને છત્તીસગઢ (16,083)નો સમાવેશ થાય છે. દેશમાં ગઇકાલે સામે આવેલા કુલ નવા કેસોમાંથી 58% થી વધુ કેસ આ રાજ્યોમાં જ નોંધાયા છે.

એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓના આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે 1.20 લાખનો વધારો થયો છે. હાલમાં દેશમાં 17 લાખ 93 હજાર 976 લોકોની સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા દિવસોથી એક્ટિવ કેસોની સંખ્યા જે ગતિ સાથે વધી રહી છે, આજે આ આંકડો 18 લાખને પાર પહોંચશે.

  • દેશમાં કોરોનાની મહામારી આંકડામાં
  • છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 2.60 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 1,492
  • છેલ્લાં 24 કલાકમાં કુલ સાજા થયા: 1.38 લાખ
  • અત્યાર સુધીમાં કુલ કેસ: 1.47 કરોડ
  • અત્યાર સુધી સાજા થયા: 1.28 કરોડ
  • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 1.77 લાખ
  • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 17.93 લાખ

કોરોના અપડેટ્સ : દિલ્હીમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) 500 બેડની કોવિડ હોસ્પિટલ બનાવી છે. અહીં મોટી સંખ્યામાં ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ પણ ઉપલબ્ધ છે. અહીંના લોકોની સારવાર વિના મૂલ્યે કરાશે. ન્યુરો અને કાર્ડિયાક કેસોના કિસ્સામાં દર્દીને એઈમ્સ AIIMS રેફર કરવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં ઓક્સિજન અને રેમડેસિવિરની અછત થઈ રહી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ICU બેડ મર્યાદિત છે. ઓક્સિજન અને ICUબેડ ઝડપથી ઓછા થઈ રહ્યા છે. બેડની ક્ષમતા વધારવા માટે અમે ઘણા પગલા લીધા છે.

ઘણાં શહેરોમાં લોકડાઉન થવાને કારણે પલાયન જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આવી સ્થિતિમાં ટ્રેનોમાં ભીડ વધી છે. તેને ધ્યાનમાં રાખીને રેલ્વેએ વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે. આ હેઠળ, રેલ્વે સ્ટેશન અથવા ટ્રેનની અંદર માસ્ક ન પહેરનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કેમ્પસમાં અહીં-ત્યાં થૂંકવા અને ગંદકી ફેલાવવા બદલ પણ દંડ થશે.

1. મહારાષ્ટ્ર : શનિવારે અહીં 67,123 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 56,783 દર્દીઓ સ્વસ્થ થયા અને 419 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 37.70 લાખ લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 30.61 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 59,970 મૃત્યુ પામ્યા છે. હાલમાં અહીં લગભગ 6.48 લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ : શનિવારે અહીં 27,360 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 6,429 લોકો સ્વસ્થ થયા અને 103 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 7.93 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.33 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,583 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1.50 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી : શનિવારે રાજ્યમાં 24,375 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 15,414 લોકો સ્વસ્થ થયા અને 167 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 8.28 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 7.46 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 11,960 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 69,799 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

4. છત્તીસગઢ : શનિવારે રાજ્યમાં કોરોનાના 16,083 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 9,828 લોકો સાજા થયા અને 138 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં 1.30 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. કુલ 3.96 લાખ લોકો સાજા થયા છે,જ્યારે કુલ મૃત્યુઆંક 5,739 પર પહોંચી ગયો છે.

5. મધ્યપ્રદેશ : શનિવારે રાજ્યમાં 11,269 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 6,497 લોકો સાજા થયા અને 66 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 3.95 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. જેમાંથી 3.27 લાખ લોકો સાજા થયા છે. 4,491 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 63,889 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

6. ગુજરાત : શનિવારે રાજ્યમાં 9,541 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 3,783 લોકો સાજા થયા અને 97 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 3.94 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 3.33 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5,267 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીંયા 55,398 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here