દેશના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા, આવનારા 2 કલાકમાં આ જગ્યાઓએ થશે મૂશળધાર વરસાદ

0
170

હરિયાણા અને રાજસ્થાનમાં છવાયા વાદળ : હરિયાણા અને રાજસ્થાનમાં વાદળની અવર જવરની વચ્ચે ઝાપટા પડવાની શક્યતા છે. હવામાન વિભાગના આધારે ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આવનારા 2 કલાકમાં નારનોલ, બાવલ, ફતેહાબાદ, કોટપુતલી, ખેરથલ, રાજગઢ અને આસપાસના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાની સાથે વરસાદ થઈ શકે છે.

આજે આ જગ્યાઓએ પડશે વરસાદ : હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે હરિયાણા અને રાજસ્થાનમાં 23 મે સુધી વાદળ જોરથી વરસશે. વિભાગના આધારે હરિયાણાના રેવાડી, ભિવાડી, સોહના, ઝઝર, રાજસ્થાનના જોધપુર, બીકાનેરમાં ધૂળ સાથે પવન ફૂંકાશે અને વરસાદ પણ થઈ શકે છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના કેટલાક ભાગ તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.

 દિલ્લીમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું : અનેક વિસ્તારમાં વિઝીબીલીટી ઘટી છે અને સાથે જ અક્ષરધામ, DND સહિતના વિસ્તારમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. વરસાદ બાદ દિલ્લીમાં ધુમ્મસભર્યું વાતાવરણથી લોકોએ મુશ્કેલી અનુભવી હતી, ખાસ કરીને વિઝીબીલીટી ઘટવાથી વાહન ચાલકોને મોટી મુશ્કેલી અનુભવાઈ હતી.

ગુજરાતના અમદાવાદમાં આવું રહેશે વાતાવરણ : વાતાવરણને લઇ હવામાન વિભાગનું અનુમાન છે કે આજે ગુજરાતમાં  ઉકળાટભર્યું વાતાવરણ રહેશે. સતત 3 દિવસથી રાજ્યમાં બફારાનો અનુભવ થઈ રહ્યો છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઇ હળવો વરસાદ પડી શકે છે અને સાથે યાસ વાવાઝોડાને પગલે વાદળછાયુ વાતાવરણ રહેશે

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here