આજકાલ લોકો પોતાની જિંદગીથી નાની નાની વાતોમાં કંટાળીને ખોટા પગલાં ભરી લે છે. અને તેને કારણે આજે રાજ્યમાં રોજે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. રોજે કેટલાય લોકો આપઘાત કર્યા હોવાની ઘટના સામે આવી રહી છે. આજકાલ લોકોને ટૂંકી વાતમાં કંટાળીને આપઘાત કરી લે છે.
આવી એક ઘટના રાજકોટ શહેરમાં બન્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં રીંગ રોડ ઉપર લક્ષ્મણજુલા સોસાયટીમાં યુવાન રહેતો હતો. યુવકનું નામ વિવેક સોરઠિયા હતું. આ યુવકને ગ્રાફિક્સ ડિઝાઇનની ઓફીસ હતી. આ વિવેક પોતાની ઓફિસ ન ચાલવાથી કંટાળી ગયો હતો. આ વિવેકની ઓફિસ ગાયત્રીનગરમાં ગ્રાફિક્સ ડિઝાઇનની હતી.
આ વિવેક સાથે તેનો મોટોભાઈ પણ કામ કરતો હતો. બંને ભાઈઓ મળીને આફિસ ચલાવતા હતા. તેમાંથી આ વિવેક નાનો ભાઈ હતો અને તે અપરણિત પણ હતો. આ વિવેકને પોતાની ગ્રાફિક્સની ઓફિસ બરાબર ન ચાલતી હતી તેને કારણે આર્થિક ચિંતાને કારણે કંટાળીને તેણે આપઘાતનું પગલું ભર્યું હતું.
અને તેનું કહેવું હતું કે લોકડાઉન બાદ ધંધો સારી રીતે ચાલતો નહોતો. તેને કારણે તેને ખૂબ જ આર્થિક કામોમાં પૈસાની જરૂર પડતી હતી. અને આ કામોમાં પહોચી રહેવાતું નઈ હતું. તેને કારણે તે ખૂબ જ કંટાળી ગયો હતો. અને આ વાત તેના મોટાભાઈ ને તેણે કરી ન હતી. અને એક દિવસ મોટો ભાઈ ઓફિસમાં નહોતો.
ત્યારે તેણે ઝેરી દવા પીને આ પગલું ભર્યું હતું. અને મોટોભાઈ જ્યારે ઓફિસ પાછો આવે છે ત્યારે જોવે છે તો વિવેક દવા પીને પડયો હતો. અને મોટાભાઈને હોશ રહ્યો નહિ તે બુમો પાડવા લાગ્યો. ત્યારબાદ બાજુની ઓફીસ વાળા આવ્યા અને વિવેકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
પરંતુ તેનું સારવાર ચાલુ કરે તે પહેલા જ ત્યાં મોત જ થઈ ગયું હતું. અને ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ભક્તિનગર પોલીસ ત્યાં આવી પહોંચી હતી. અને પોસ્ટમોર્ટમ કરાવી આપઘાતનું સાચું કારણ જણાવ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ હાલ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!