ધાણાના પાકની આવક અચાનક જ વધી જતા માર્કેટયાર્ડની જગ્યા ઓછી પડી અને ખરીદી કરવી પડી બંધ, ભાવ બોલાયા આટલા હજારને પાર..! વાંચો..!

0
169

હાલ ગુજરાતના તમામ માર્કેટયાર્ડોમાં શિયાળુ પાકની આવક ભરપૂર માત્રામાં થઈ રહી છે. આ સાથે સાથે ખેડૂતોને દરેક પાકોના બજારભાવ પણ ખૂબ વધારે માત્રામાં મળી રહ્યા છે. એટલા માટે દરેક ખેડૂત મિત્રો કોઇપણ પાકનો સંગ્રહ કર્યા વગર ખેતરમાંથી તૈયાર થયા બાદ તાત્કાલિક ધોરણે તેને વેચીને રોકડ રકમ મેળવી લેતા હોય છે.

દરેક માર્કેટયાર્ડોમાં ચણા, ઘઉં, મગફળી, કપાસ, બાજરો, રાયડો, જીરુ અને એરંડાની ખૂબ વધારે માત્રામાં આવક થઈ રહી છે. એમાં વાત કરીએ જામનગરના માર્કેટયાર્ડની તો આ માર્કેટયાર્ડમાં ધાણાના પાકની આવક ગયા વર્ષ કરતા ડબલ થઇ છે. આ વર્ષે ઘઉં, કપાસ, ચણા, મગફળી, રાયડો, એરંડા, ડુંગળી તેમજ અન્ય શાકભાજીના પાકો પણ ઊંચા ભાવે રાજ્યના માર્કેટીંગ યાર્ડોમાં વેચાઇ રહ્યા છે..

થોડા દિવસ પહેલા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવક ૧૦ ગણી એક જ દિવસમાં નોંધાઈ હતી. જેના પગલે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી નો સમાવેશ કરવાની જગ્યાની ઘટ પડી હતી અને આજે જામનગરના માર્કેટિંગ યાર્ડમાં ભાણાની ૩૦ હજારની આવક માત્ર એક જ દિવસમાં નોંધાતાની સાથે માર્કેટિંગ યાર્ડની જગ્યા પાકને સ્ટોર કરવા માટે ઓછી પડી છે.

જેવી રીતે ડુંગળીના પાકના ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખૂબ ઊંચા બોલાય છે. તેવી જ રીતે જામનગર માર્કેટિંગ યાર્ડમાં ધાણાના પાકના ભાવ ખૂબ જ ઊંચા બોલાય છે. એટલા માટે આસપાસના જિલ્લાઓના મોટાભાગના ખેડૂતો ધાણાનો ભાગ વેચવા માટે જામનગર માર્કેટિંગ યાર્ડ સુધી ધસી આવે છે…

અને પોતાનાં પાકને ઊંચા ભાવે વેચીને યોગ્ય વળતર મેળવે છે. આ વર્ષે ધાણાના પાક ખૂબ જ સારા થયા છે. એટલા માટે ધાણાનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ખૂબ વધારે થયું છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં ૩૦ હજારમાં ધાણાની આવક થઈ છે. જે આજ સુધીનો તમામ રેકોર્ડને તોડી નાખ્યા છે..

આ માર્કેટિંગ યાર્ડ ધાણા થી છલોછલ છલકાઈ ગયું છે. એટલા માટે માર્કેટિંગ યાર્ડના મોટા મોટા અધિકારીઓ અને પ્રમુખોએ જણાવ્યું છે કે, જ્યાં સુધી નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી જામનગર માર્કેટિંગ યાર્ડ ધાણાની ખરીદી બંધ કરવી પડશે. જેથી કરીને હાલ થયેલી ખરીદીને કન્ટ્રોલમાં લાવી શકાય.

આ ઉપરાંત ઘણા અને ઘઉંની આવક પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી છે. શિયાળુ પાકમાં ખેતરોમાં પાણીની સગવડ હોવાને કારણે મોટાભાગના ખેડૂતોએ ઘઉં અને ચણા નું વાવેતર કર્યું હતું. રાજ્યમાં મોટા ભાગના ભાગોમાં ઘઉં અને ચણાનું વાવેતર થયું છે. એટલા માટે ઘઉં અને ચણા ના પાક ના ભાવ પણ ખૂબ સારા નોંધાઇ તેવી આશા સૌ કોઈ ખેડૂતો લઈને બેઠા છે.. તે મુજબ દરેક માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને ચણાની આવક પણ વધવા લાગી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here