આજકાલ શહેરોમાં દિવસેને દિવસે ગુનાખોરીની ઘટનાઓ વધવા લાગી છે. અને લુંટ, .હ.ત્યા, આપઘાત જેવી ઘટનાઓ સતત વધી રહી છે. આવી ઘટનાઓ વધવાને કારણે આજકાલ સમાજ ખૂબ જ ખરાબ રસ્તે જઈ રહ્યો છે. અને લુટેરાઓ પોતાની લૂંટ કરવા માટે બીજા લોકોની જીવનભરની કમાણીને લૂંટી રહ્યા છે.
દિવસે-દિવસે આવી લૂંટને કારણે લોકો પર વિશ્વાસ મુકવો ખૂબ જ અઘરો બની ગયો છે. આજકાલ લોકોને બીજા પર વિશ્વાસ રહ્યો નથી. અને લોકો પોતાના સ્વાર્થ માટે આવા ખોટા કામો કરીને બીજાને હેરાનગતિ કરી રહ્યા છે. ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લુંટ થયાની ઘટના સામે આવી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી.
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં છોટાલાલની ચાલી પાસે આવેલી આંગડિયા પેઢીમાં લૂંટ કરી ગયા હતા. છોટાલાલની ચાલી પાસે આવેલી પીએમ એન્ટરપ્રાઇઝમાં આંગડિયા પેઢી ચાલી રહી હતી. તેમાં 2 ભાગીદારો મળીને આ આંગડિયા પેઢી ચલાવી રહ્યા હતા. અને તેમાં 2 કર્મચારીઓને પણ તેઓએ રાખ્યા હતા.
એમ 4 વ્યક્તિઓ મળીને આ આંગડિયા પેઢી ચલાવી રહ્યા હતા. પરંતુ એક દિવસ અચાનક જ 5 જેટલા લૂંટારાઓ આંગળીયા પેઢીમાં આવી ગયા હતા. અને તેમાંથી 4 લૂંટારૂઓએ આંગડિયા પેઢીમાં અંદર પ્રવેશી ગયા હતા. અને અચાનક જ ફિલ્મોમાં જેમ લુંટ થતી હોય છે તેમ ફિલ્મી રીતે 2 લુટેરા ઓમાંથી 1 લુટેરાએ બંદૂક બતાવી હતી.
અને બધા પૈસા કર્મચારીઓને બેગનો ઘા કરીને તેમાં ભરી દેવા કહ્યું હતું. અને કર્મચારીઓ બંદુક જેવા હથિયારો જોઈને ખૂબ જ ડરી ગયા હતા પરંતુ તેના આંગડિયા પેઢીના માલિકે પૈસા દેવાની ના પાડતાં રિવોલ્વર લઇને ઉભેલા લુટેરાએ તેમને ખૂબ જ ધમકાવ્યો હતો. અને કર્મચારીઓને બધા જ રૂપિયા આપી દેવા માટે કહ્યું હતુ.
આંગડિયા પેઢીના કર્મચારીઓ એ લગભગ 50,00,000 જેટલા રૂપિયા બેગમાં ભરી દીધા હતા. અને તે સમયે 1 વ્યક્તિ પાસેથી ફોન ઝુટવી લીધો હતો. તરત જ લુટેરાઓ પૈસા મળતાની સાથે જ આંગડિયા પેઢીના દરવાજાઓ બહારથી બંધ કરીને કર્મચારીઓને અંદર પુરીને તરત જ ફરાર થઈ ગયા હતા. અને આ લુંટને કારણે લૂંટારાઓએ ઉતાવળમાં એક લુટેરે પોતાની બાઇક ત્યાંને ત્યાં જ મૂકી દીધી હતી.
આંગડિયા પેઢીના બંને ભાગીદારોને પાયમાલ કરી નાખ્યા હતા. તરત જ આંગડિયા પેઢીના માલિકે પોલીસને લુંટેરાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને સીસીટીવી કૅમેરાના રેકોર્ડિંગ જોઈને લૂંટારાઓને પકડવાની તપાસ કરી રહી હતી. ધોળા દિવસે આજકાલ આવી લૂંટ જોઈને લોકો ખુબજ ડરી રહ્યા છે ત્યારે કોની સાથે શું થઈ જાય તે કોઈ કહી શકતું નથી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!