આજકાલ દિવસે ને દિવસે ચોરી, લુંટફાટના કિસ્સાઓ ખુબ વધવા લાગ્યા છે અને ક્યાંક આપણી આસપાસમાં પણ આ કિસ્સાઓ બની રહ્યા છે અને આપની સામે આવી રહ્યા છે. લોકોને કામ કરવું નથી અને પછી આવા ખોટા માર્ગો અપનાવીને કોઈકની મહેનતની કમાણીને લુંટી લે છે. આવા વધતા જતા કિસ્સાઓને અટકાવવા માટે સરકાર પગલાં લઈ રહી છે.
હાલમાં જ ચોરીની આવી એક ઘટના સામે આવી છે. મહેસાણા જીલ્લાના વિસનગરમાં અબ્દુલ રઝાક અને તેનો પરિવાર રહે છે. આ અબ્દુલ રઝાક દુકાન ચલાવતા હતા. તેઓ સીંગ-ચણાની દુકાન ચલાવતા હતા. આ અબ્દુલ રઝાક એક દિવસ વહેલી સવારે તેમની પત્ની સાથે દુકાને જવા નીકળ્યા. ત્યાં એટલામાં જ ચોરોને મોકો મળી ગયો.
અને આ અબ્દુલ રઝાક જેવા ઘરની બાર નીકળ્યા કે તરત જ ચોરો તેના ધાબા પર ચડયા. ધાબા ઉપરની બારી થોડીને તેઓ ઘરમાં ઘુસ્યા અને ઘરમાં બધું ખોળી-ખોળીને લઇ લીધું અને પછી આ ચોરો પાછળની રૂમમાં ગયા અને ત્યાં મુકેલા કબાટમાં જોયું તો ત્યાં તિજોરીને તોડી નાખી અને 2 લાખ રોકડા લઇ ગયા.
સોનાની બુટ્ટી અને સોનાનું પેન્ડલ, સોનાનો ચેન લઇ ગયા. અને આ બધું મળીને 2,54,755 ની ચોરી કરી. રાત્રે અબ્દુલ રઝાકને એ દુકાનેથી ઘરે આવ્યા ત્યારે તેને ઘરે લાઈટ ચાલુ જોય ત્યારે તેને અચાનક લાગ્યું કે નક્કી કઈક ઘરમાં થયું છે, આમ વિચારતા વિચારતા તેને લોક ખોલ્યો ત્યારે જોયું તો ઘરનો બધો સર-સામાન જેમ તેમ પડેલો હતો.
આ જોઇને તેને ધ્રાસકો પડયો અને તેની પત્નીતો બુમો પાડવા લાગી. તેને ચક્કર આવવા લાગ્યા. અબ્દુલ રઝાક પછી સિધ્ધા અંદરની રૂમમાં ગયા અને ત્યાં જઈને તેને જોયું તો તિજોરી તૂટી ગઈ હતી અને તેઓના પૈસા અને સોનું લુટાઈ ગયું હતું. આ જોઇને અબ્દુલ રઝાકને પગ પાણી-પાણી થઇ ગયા. તેની વર્ષોની કમાણી લુંટાય ગઈ હતી.
આ જીંદગી ભરની કમાણી એક પળમાં લુંટાઈ ગઈ હતી. અબ્દુલ રઝાકની આજુ-બાજુ રહેતા બધા લોકો ભેગા થઇ ગયા. અને બધા લોકોએ તેને આશ્વાસન આપ્યું. પરંતુ અબ્દુલ રઝાકને ચેન ન પડયુ કેમકે એને તો વર્ષોની મહેનત લુંટાઈ ગઈ હતી. આ અંગે તેને વિસનગરની પોલીસને ફરિયાદ કરી હતી. અને પોલીસને તેની જેટલી ઝવેરાત ગઈ છે એની માહિતી આપી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!