અનોખો નજારો:હડપ્પનનગર ધોળાવીરાને જોડતા માર્ગનું અદ્દભૂત વિહંગ દૃશ્ય, અહીંથી પાકિસ્તાન છે માત્ર 55 કિ.મી. દૂર

0
1296

દરિયામાં ટાપુ હોય પણ કચ્છનો દુર્ગમ ખડીર વિસ્તાર તો રણદ્વિપ છે. ધોળાવીરા સહિત માત્ર 12 નાનકડાં ગામડાં ઉપરાંત, અહીં છે 5000 વર્ષ જૂની માનવ સભ્યતાને ઉજાગર કરતું હડપ્પન નગર.

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે.

આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે.

મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭-૬૮ના અરસામાં ભારતીય પુરાતત્ત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી

આ વિસ્તાર અત્યારે ચર્ચામાં છે કેમકે ધોળાવિરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવાની પ્રક્રિયા પૂર્ણતાના પંથે છે. ડ્રોનથી પાડેલી વિહંગ તસવીરમાં અફાટ રણને ચીરતા રસ્તાનું અદ્દભૂત દૃશ્ય ઝીલાયું છે.ઇન્સેટ તસવીર ડિસેમ્બરમાં પ્રિવેડીંગ દરમિયાન ડ્રોનથી લેવાયેલી આ જ રસ્તાની છે.

રસપ્રદ વાત એ છે દેશના સૌથી મોટા કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ કચ્છના જ આ સ્થળથી 225 કિ.મી. દૂર છે જ્યારે પાકિસ્તાનના નગર પારકરની સરહદ માત્ર 55 કિ.મી.ના અંતરે છે !

લેખન સંપાદન : Infogujarat Team તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીઓ તેમજ તમામ સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here