ધોરણ 12ના વિદ્યાર્થીને એસ.ટી બસ અડફેટે લેતા થયો દર્દનાક અકસ્માત, આ જોઇને પોલીસ પણ છે હેરાન..!!

0
126

હાલના સમયમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના ખૂબ જ વધવા લાગી છે. અકસ્માતો વધારાને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાઇ ગયા છે. આજે આપણે એક દિવસમાં ઘણા બધા બનાવો અકસ્માતના જોઈ રહ્યા છીએ. અને તેમાં ઘણા લોકોના મોત પણ થઈ રહ્યા જોવા મળે છે. અને ઘણા વ્યક્તિઓ પોતાના પરિવારથી વિખુટા થઈ રહ્યા છે.

આવી જ એક હદય પીગળાવી નાખે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત સુરત શહેરના સીમાડા નાકા વિસ્તારમાં બન્યો હતો. સિમાડા નાકાના પાસોદરા પાસે ઓમ ટાઉનશીપમા રહેતા મનીષભાઈ સાવલિયા નામના યુવક અને તેમનો પરિવાર રહેતો હતો. તેઓ ખાનગી સ્કૂલમાં ટીચર હતા. અને તેમનો પુત્ર જૈનીલ હતો.

આ જૈનીલની ઉંમર 17 વર્ષની હતી. તે લસકાણા સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. અને જૈનીલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તેને કારણે તે સાયન્સમાં આગળ અભ્યાસ કરવા માગતો હતો. પરંતુ પરિવારમાં પોતાના પિતાને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદની જરૂર હતી. જૈનીલ સમજદાર દીકરો હતો.

તેના માટે જૈનીલ ભણવાની સાથે-સાથે પિતાની મદદ કરવા માટે નાઇટમાં હીરાના કારખાને હીરા શીખીને કામ પણ કરતો હતો. પરંતુ એક દિવસ જૈનીલ પોતાના ઘરેથી નાઇટમાં હીરાના કારખાને જવા નીકળ્યો ત્યારે જૈનીલ પોતાની બાઇક લઇને નીકળ્યો હતો. અને જૈનીલ બાઈક લઈને સિમાડા નાકાના બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો.

અને આ જ બ્રિજ ઉપર એક ખૂબ જ ઝડપી સ્પીડે એક લાલ કલરની એસ.ટી બસ આવી રહી હતી. જૈનીલ પોતાની બાઇક ધીમી સ્પીડે ચલાવી રહ્યો હતો. પરંતુ એસ.ટી. બસના ડ્રાઈવરે આ જૈનીલની બાઈકને અડફેટે લઈ લીધી હતી. ત્યારબાદ જૈનીલને આ એસ.ટી બસ સાથે અથડાતા તે ખુબ જ ઉછળી ગયો હતો. અને ત્યાં રોડ ઉપર પડતા માથું ભટકાયું હતું.

અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતું. આ જોઈને બસનો ડ્રાઈવર ભાગી ગયો હતો. ત્યારબાદ આસપાસ લોકો ભેગા થઇ ગયા હતા. અને જૈનીલને બચાવવા તરફ દોડયા હતા. પરંતુ જૈનીલનું અચાનક જ મૃત્યુ થઈ ગયું હતું. અને ઘટનાસ્થળે ઉભેલા લોકોએ જૈનીલના મોબાઈલમાંથી પોતાના પરિવારને આ ઘટના અંગે જાણ કરી હતી.

તરત જ પરિવારના લોકોએ જૈનીલના અકસ્માતની ઘટનાએ પહોંચી જાય છે. જૈનીલને આ મૃત હાલતમાં જોઈને પરિવારના લોકો આઘાતમાં આવી જાય છે. અને તેઓ પોતાનો હોંશ ગુમાવી બેસે છે. અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસ આ એસ.ટી બસના ડ્રાઈવરની તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here