આજકાલના બાળકોનો ઉછેર કરવો તેમજ તેમના દરેક શોખને પુરા કરવા ખુબ જ મુશ્કેલ કામ બની ગયું છે. બાળકો ખુબ જીદ્દી બની ગયા છે. એવામાં બાળકો કઈક ઉલટા સીધા પગલા ભરી લે તો માતા પિતાને આખી જિંદગી પછતાવાનો વારો આવે છે. સુરતમાં હાલ એક ઘટના એવી બની છે કે જે સાંભળતા જ દિલ દ્રવી ઉઠશે..
સુરતના અડાજણ વિસ્તારમાં એક વિદ્યાર્થીની અચાનક ગુમ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. આ વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરે છે. અને અડાજણ વિસ્તારના હની પાર્ક સોસાયટી માં રહે છે. એક દિવસ બપોરે વિદ્યાર્થી ઘરેથી ટ્યૂશને જવાનું કહીને નીકળી હતી. પરંતુ ત્યારબાદ તેનો અતો પતો મળ્યો નથી.
વિદ્યાર્થિનીએ માતાને કહ્યું હતું કે હું ટ્યુશન જાઉં છું. પરતું ઘણો સમય વીતી જતા તેની માતા ચિંતામાં મુકાઈ હતી કે મારી દીકરી હજુ કેમ ઘરે ન આવી. તેણે તરત જ ટ્યુશનના શિક્ષકને ફોન કરીને પૂછ્યું હતું કે, પુત્રી ઘરે કેમ નથી આવી.. તો શિક્ષકે જણાવ્યું હતું કે તમારી બાળકી તો ટ્યુશને આવી જ નથી. આ શબ્દો સાંભળતા જ માતાને અચાનક જ ધ્રાસકો પડ્યો હતો…
તેને ખુબ ગભરામણ થવા લાગી હતી અને ઊંડા વિચારમાં મુકાઈ ગઈ હતી. માતાએ તેના અન્ય પરિજનોને જાણ કરી બાળકીની શોધખોળ હાથ ધરી હતી તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જોકે ક્યાંય અતો પત્તો ન મળતા આખરે પરિવારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી. તો બીજી બાજુ દીકરી ઘરેથી નીકળીને રેલ્વે સ્ટેશન ગઈ હતી અને ત્યાંથી નીકળતી ટ્રેનમાં બેસી ગઈ હતી.
દીકરીને કોઈ પણ અંદાજ નોહ્તો કે તે ક્યા જઈ રહી છે અને સુરક્ષિત છે કે નહી. તે બીજા દિવસે સવારે દિલ્હી પહોચી ગઈ હતી. અને આખરે દીકરીએ જ ફોન કરીને પોતે દિલ્હી હોવાનું જણાવ્યું હતું.
પોલીસને પણ સ્થાનિક સ્તરે તપાસ કરતા સફળતા હાથ લાગી ન હતી પરંતુ બીજી તરફ ટ્રેનમાં દિલ્હી પહોંચી ગયેલી બાળકીએ ડર લાગતા સ્ટેશન પરથી જ એક કેન્ટીનમાં કામ કરતા વ્યક્તિની મદદ લઈને તેના ફોન પરથી તેની માતાને ફોન કર્યો હતો અને પોતે દિલ્હી છે તેમ જણાવ્યું હતું.
માતાએ પોલીસને જાણ કરતા પોલીસતંત્રે આરપીએફની મદદ લઈને બાળકીનો કબજો લઇ લીધો હતો અને સુરતથી પરિજનો અને પોલીસની એક ટીમ દિલ્હી જવા માટે રવાના થઇ ગઈ હતી. બાળકી અચાનક સુરતથી ગુમ થઇ ગઈ હતી ત્યારબાદ તે સુરત રેલ્વે સ્ટેશને કઈ રીતે પહોંચી અને ત્યાંથી દિલ્હીની ટ્રેનમાં બેસીને દિલ્હી કઈ રીતે પહોંચી ગઈ..
તેણે ટિકિટ લીધી હતી કે વગર ટિકિટે મુસાફરી કરી હતી અને આ પાછળનું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી. આ અંગે આગળની તપાસ ચાલી રહી છે.જોકે હજી આ બાબતે અન્ય કોઈ વિગત પ્રાપ્ત થઇ નથી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!