સુરત શહેરના વરાછા મિનીબજાર ખાતે આવેલા ડાયમંડ વર્લ્ડમાં ઓફિસ ધરાવતા હીરાના વેપારી વસંત પટેલ વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
બંને યુવતી પર પહેલાં પણ ઓફિસમાં જ દુષ્કર્મ આચર્યું હતું. પહેલી ફરિયાદ 22 વર્ષીય યુવતીએ નોંધાવી હતી, જેથી બીજી 24 વર્ષીય યુવતીની હિંમત ખૂલતાં તેણે પણ ફરિયાદ નોંધાવી હતી. 24 વર્ષીય યુવતી પર મુંબઈની હોટલમાં દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભવતી થઈ ગઈ હતી, જેથી વસંતે તેને દવા આપી એબોર્શન કરાવી નાખ્યું હતું.
22 વર્ષીય યુવતીને કોલ્ડ્રિંક કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું
વેલંજા ગામ વિસ્તારમાં રહેતી પ્રિયંકા(નામ બદલ્યું છે) 1 નવેમ્બરના રોજ બહેનપણી નિલોફર(નામ બદલ્યું છે) હીરાના વેપારી વસંત પટેલ (રહે. 13મો માળ, રિવર વ્યૂ હાઈરાઇઝ, મોટા વરાછા) સાથે નોકરી માટે વાત કરવા ગઈ હતી. બંનેને વસંતનો ડ્રાઈવર વરાછા મિનીબજાર ખાતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી ઓફિસે લઈ ગયો હતો.
વસંતે ડ્રાઈવર જયેશને કોલ્ડડ્રિંક્સ લાવવા કહ્યું હતું. નિલોફર અને પ્રિયંકાએ કોલ્ડ્રિંક પીધું ત્યાર બાદ બંને જણા બેભાન થઈ ગયા હતા. પ્રિયંકા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેનાં કપડાં પર ડાઘ પણ હતાં, જેથી પહેલા પરિવારજનો સાથે વાત કરીને વસંત પટેલ અને તેના ડ્રાઈવર જયેશ વિરુદ્ધ 29 નવેમ્બરના રોજ વરાછા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
24 વર્ષીય યુવતી સોશિયલ મીડિયાથી વસંતના સંપર્કમાં આવી હતી
વેડરોડ પર રહેતી 24 વર્ષીય પ્રતિમા (નામ બદલ્યું છે)ની દોઢેક વર્ષ પહેલાં સોશિયલ મીડિયાથી આરોપી વસંત ભીખા પટેલ (રહે.રિવર વ્યૂ હાઇરાઇઝ,મોટા વરાછા) સાથે દોસ્તી થઈ હતી. ત્યાર બાદ ફોન પર એકબીજા સાથે વાતો કરતાં હતાં. એ સમયે વસંતે પ્રતિમાને કહ્યું, તે તેને બહુ ગમે છે. તેનો પરિવાર આફ્રિકા રહે છે. તેની સાથે મૈત્રી કરારથી રહેવા માગે છે. પહેલા તો પ્રતિમાએ ના પાડી હતી.
પહેલાંનો દુષ્કર્મનો વિડિયો હોવાનું કહી વારંવાર દુષ્કર્મ આચર્યું
પ્રતિમાને વસંતે ડાયમંડ વર્લ્ડમાં આવેલી તેની ઓફિસે બોલાવી હતી.ત્યાં વસંતે ફરીથી મૈત્રી કરારથી સંબંધ રાખવાનું કહ્યું હતું. પ્રતિમાએ ના પાડી ત્યારે વસંતે તેની પર દુષ્કર્મ આચર્યું હતું.
ત્યાર બાદ પ્રતિમાને વસંતે વારંવાર ઓફિસે બોલાવી હતી. પહેલાંનો દુષ્કર્મનો વિડિયો છે એવું કહીને પ્રતિમા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. એક વખત મુંબઈ ફરવા જવાનું કહીને ત્યાં નીલકંઠ બાર એન્ડ રૂમ્સ નામની હોટલમાં સંબંધ બાંધ્યો હતો.
વિડિયો વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપી
મુંબઈની હોટલમાં બાંધેલા સંબંધથી પ્રતિમા ગર્ભવતી બની ગઈ હતી. ત્યારે વસંતે દવા આપતાં પ્રતિમાને ગર્ભપાત થઈ ગયો હતો. ત્યાર બાદ વસંતે પ્રતિમાના ફોનમાંથી વસંતે પોતાનો અને ડ્રાઈવર જયેશનો નંબર ડિલિટ કરીને ધમકી આપી કે તેની સાથેના સંબંધોના વિડિયો તેની પાસે છે.
જો તે મળવાનો કે ફોન કરવાનો પ્રયત્ન કરશે તો સોશિયલ મીડિયા પર વિડિયો વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. પખવાડિયા પહેલાં વસંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં પ્રતિમાએ પણ વસંત અને તેના ડ્રાઈવર વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તેમજ ગર્ભપાતની ફરિયાદ નોંધાવી છે.
આરોપી વસંત અને ડ્રાઈવર જયેશ હજુ પણ નાસતા ફરી રહ્યા છે
વરાછા પોલીસે આ ઘટનામાં વસંત પટેલની ઓફિસમાં કામ કરતા અંકિત કમલેશકુમાર કાથરોટિયા(ઉં.વ.29) અને હીરાના વેપારી યોગેશ ઘનશ્યામ સાકરિયાની ધરપકડ કરી છે.
બંનેએ ઘટના સમયના ઓફિસના સીસીટીવી અને ડીવીઆર સહિતનો નાશ કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપી વસંત અને ડ્રાઈવર જયેશ હજુ પણ નાસતા ફરી રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
આ લેખ માત્ર સમાચાર પુરતો જ છે , અમે કોઈ પણ ધર્મ કે જાતી નું ઉલંઘન નથી કરતા.. જય હિન્દ ..
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!