હાલમાં સમાજમાં મારામારી અને ઝગડાઓ ખૂબ જ વધી રહ્યા છે. તેને કારણે સમાજમાં ઘણા બધા લોકો બીજા સાથે મારામારી કરી રહ્યા છે અને અવારનવાર આવી ઘટનાઓ બનતી આપણે જોઈ રહ્યા છીએ. લોકો આજકાલ પોતાના સ્વાર્થ માટે બીજા સાથે ઝઘડાઓ કરવા લાગ્યા છે. એક જ પરિવારના લોકો ઝઘડાઓ કરીને ઘરમાંને ઘરમાં જ મારામારી કરી રહ્યા છે.
આવી એક પરિવારના લોકોની ઝઘડાની ઘટના સામે આવી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં ઇસનપુર વિસ્તારમાં રહેતા પરિવારની મહિલા સાથે આ મારામારીની ઘટના બની હતી. મહિલાની ઉંમર 45 વર્ષની હતી. મહિલા તેના પતિ 1 દીકરો અને 1 દીકરી સાથે ઇસનપુર વિસ્તારમાં રહેતી હતી.
મહિલા ઘરનું કામ કરીને પરિવારના સભ્યોનું ધ્યાન રાખતી હતી. મહિલાને તેના પરિવારની કેળવણી કરીને બાળકોને મોટા કર્યા હતા. માતા પોતાના બાળકો સાથે ક્યારેય ખરાબ કરતી નથી પરંતુ આ ઘટનામાં તેના દીકરો-દીકરી તેની માતા પર અત્યાચારો કરવા લાગ્યા હતા. એક દિવસ સવારના સમયે મહિલા પૂજા-પાઠ કરતી હતી.
મહિલા ભગવાનની ભક્તિ કરીને ઊભી થઈ હતી. તે સમયે પરિવારના બધા સભ્યો ઘરે હતા. મહિલા પૂજાપાઠ કરીને ઊભી થઈ તે સમયે તેમનો દીકરો તેની પાસે આવ્યો અને મહિલાને ખરાબ શબ્દોમાં કીધું કે, ‘તું તો ભંગારના ભાવે પણ વેચાય તેમ નથી, કોઈ ભંગારના ભાવે પણ તને રાખવા તૈયાર નથી, તું 75 કિલોનો ભંગાર ઘરમાંથી ક્યારેય જાશ’…
એમ કહીને દીકરાએ મહિલાને સવાર સવારમાં અપશબ્દો કહ્યા હતા. આ સાંભળીને મહિલાને ખૂબ જ આઘાત લાગી ગયો હતો. મહિલાને તેના દીકરા પાસેથી આવી અપેક્ષા ન હતી. મહિલાએ તેના પતિને પોતાના આ દીકરાને સમજાવવાનું કહ્યું અને દીકરો પિતાને શા માટે કહ્યું, એમ કહીને ગુસ્સે થઈ ગયો હતો. પોતાની માતાને મન ફાવે તેમ બોલવા લાગ્યો હતો.
ત્યારબાદ મહિલાના પતિ પણ ગુસ્સે થઈ ગયા હતા. અને મહિલાને ખરાબ સાંભળી ન શકાય તેવી ગાળો બોલવા લાગ્યા હતા. મહિલાએ તેના પતિને ગંદી ખરાબ ગાળોના બોલો એમ કહેતા, પતિ અને દીકરો ખૂબ જ ગુસ્સે થઈ મહિલાને માર મારવા લાગ્યા હતા. તે સમયે તેની દીકરી પણ પોતાના રૂમમાંથી બહાર આવી હતી.
માતાને બચાવને બદલે ‘તું જ એવી છે’ એમ કહીને પોતાની માતાને વાળ પકડીને મારવા લાગી હતી. અને બધાનો માર સહન ન થવાને કારણે મહિલા ચીસો પાડીને બુમાબુમ કરવા લાગી હતી. તેને કારણે આસપાસના લોકો મહિલાના ઘરે આવ્યા હતા. અને મહિલાને મારવાથી છૂટી પાડી. મહિલા માર અને આઘાતને કારણે બેભાન થઇ ગઈ હતી.
તરત જ પાડોશીના લોકોએ 108ને ફોન કરીને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા ભાનમાં આવતાં તેને પરિવારના લોકો જ આવું કરી રહ્યા હતા. એનો ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેને કારણે માતાએ કંટાળીને પોલીસ સ્ટેશનના પગથિયાં ચડયા હતા. માતા એ જ પોતાના પરિવારના દીકરો-દીકરી અને તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!